બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / Politics / baba balaknath resign from lok sabha membership, Will you become the Chief Minister of Rajasthan?

BIG NEWS / રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાબા બાલકનાથે છોડ્યું સાંસદ પદ, તો શું નવું નામ ફાઇનલ?

Priyakant

Last Updated: 03:23 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan CM Latest News: બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું, બાબા બાલકનાથ બનશે રાજસ્થાનના મુખ્યમંત્રી ?

  • રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથને લઈ મોટા સમાચાર 
  • બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું 
  • ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું
  • તો શું બાબા બાલકનાથ બની શકે છે રાજસ્થાનના મુખ્યમંત્રી ? 

Rajasthan CM News : રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું. 

બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.

નવ સાંસદોના રાજીનામા સ્વીકારાયાં 
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવ સાંસદોના રાજીનામા સ્વીકારી લીધા છે જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બુધવારે રાજીનામું આપ્યું હતું. ગુરુવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બિરલાએ ગૃહને આ અંગે માહિતી આપી હતી.

લોકસભાના સ્પીકરે ગૃહને જણાવ્યું કે રાજસ્થાન રાજ્યના જયપુર ગ્રામીણથી સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, રાજસમંદથી દિયા કુમારી, મધ્ય પ્રદેશના મોરેનાથી નરેન્દ્ર સિંહ તોમર, દમોહથી પ્રહલાદ પટેલ, જબલપુરથી રાકેશ સિંહ, સિધીથી રીતિ પાઠક, હોશંગાબાદથી ઉદય પ્રતાપ સિંહ, છત્તીસગઢના રાયગઢથી ગોમતી સાઈ અને બિલાસપુરના અરુણ સાઓએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં 6 ડિસેમ્બર 2023થી આ સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલ સહિત ભાજપના 10 સાંસદોએ બુધવારે રાજીનામું આપ્યું હતું. તેમાંથી કિરોનીલાલ મીણા રાજ્યસભાના સભ્ય હતા. આ તમામ સાંસદો તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ