બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Azam Khan Disqualified As UP MLA After Conviction For Hate Speech

રાજનીતિ / સપાના દિગ્ગજ નેતા આઝમખાનને બીજો તગડો ઝટકો, 3 વર્ષની સજા બાદ હવે ધારાસભ્ય પદ પણ ગયું

Hiralal

Last Updated: 08:30 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2019ના હેટ સ્પીચ કેસમાં 3 વર્ષની સજા પામેલા સપાના દિગ્ગજ નેતા આઝમખાનને હવે ધારાસભ્ય પદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

  • સપાના દિગ્ગજ નેતા આઝમખાનને ઝટકો
  • હેટ સ્પીચમાં કોર્ટના સજાના એલાન બાદ વિધાનસભામાંથી બરખાસ્ત
  • સ્પીકરે રદ કર્યું ધારાસભ્યનું પદ
  • હવે નહીં રહે ધારાસભ્ય 

યુપીની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાનને બીજો ફટકો પડ્યો છે. ગઈકાલે તેમને 2019ના ભડકાઉ ભાષણ મામલે કોર્ટ દ્વારા 3 વર્ષની સજા કરવામાં આવી હતી જે પછી આજે વિધાનસભા સ્પીકર દ્વારા તેમનું ધારાસભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ ધારાસભ્યને 2 કે તેનાથી વધુ વર્ષની જેલની સજા થાય તો તેનું ધારાસભ્ય પદ આપમેળે રદ થઈ જતું હોય છે તેવી કાયદામાં જોગવાઈ છે. ભાજપ ધારાસભ્ય આકાશ સક્સેનાએ નોંધાવેલી ફરિયાદની નોંધ લીધા બાદ સ્પીકર સતીષ મહાનાએ આ કાર્યવાહી કરી હતી. આકાશ સક્સેનાએ અધ્યક્ષ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચને પણ સભ્યપદ રદ કરવાની ફરિયાદ મોકલી હતી. અધ્યક્ષે સભ્યપદ રદ થયા બાદ રામપુર વિધાનસભાના પદની ખાલી જગ્યા અંગે પણ ચૂંટણી પંચને માહિતી મોકલી છે.

2019ના ભડકાઉ ભાષણ કેસમાં આઝમખાનને 3 વર્ષની સજા 
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય આઝમ ખાનને ગુરુવારે સાંસદ-ધારાસભ્ય કોર્ટે નફરતભર્યા ભાષણ બદલ ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જોકે કોર્ટે તેમને તરત જામીન પણ આપી દીધા હતા. 

યુપીની રામપુર બેઠક પરથી ધારાસભ્ય હતા આઝમખાન
સપાના પીઢ નેતા આઝમખાન યુપીની રામપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય હતા. તેમની સામે ભડકાઉ ભાષણની ઉપરાંત બીજા પણ ઘણા કેસ ચાલી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ