બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ayodhya Ram Mandir Drinking only coconut water throughout the day, Know PM Modi's special 11 day routine

અયોધ્યા રામ મંદિર / દિવસભર માત્ર નારિયેળ પાણી પીવું, ગાયની સેવા અને વસ્ત્રદાન: જાણો PM મોદીની 11 દિવસની ખાસ દિનચર્યા

Megha

Last Updated: 10:55 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર, જે યજમાન પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એમને કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડે છે, પીએમ મોદી આ 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન 'યમ નિયમ'નું પાલન કરી રહ્યા છે.

  • પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે. 
  • 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન વડાપ્રધાન 'યમ નિયમ'નું પાલન કરી રહ્યા છે. 
  • ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદીની દિનચર્યા શું છે.. 

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે.  અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે હાજરી આપશે. 

શાસ્ત્રો અનુસાર, જે યજમાન પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એમને કેટલાક કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેને 'યમ નિયમ' કહેવામાં આવે છે. પીએમ મોદી રામલલાના અભિષેક પહેલા 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન 'યમ નિયમ'નું પાલન કરી રહ્યા છે. એવામાં ચાલો જાણીએ કે આ સમયગાળા દરમિયાન વડાપ્રધાનની દિનચર્યા શું છે.. 

યમના નિયમોનું પાલન કરી રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમની ધાર્મિક વિધિઓમાં કડક નિયમોનું પાલન કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી જમીન પર ફક્ત એક ધાબળો ઓઢીને સૂઈ રહ્યા છે. આ સાથે જ માત્ર નારિયેળ પાણી પી રહ્યા છે, સાથે જ સાત્વિક ભોજન અને ફળો આહાર તરીકે લે છે. પીએમ મોદી દરરોજ ગાયોની પૂજા કરે છે અને ગાયોને ચારો ખવડાવે છે. સાથે જ વસ્ત્રદાન સહિત વિવિધ દાન પણ કરી રહ્યા છે,

 આ સિવાય પીએમ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને પોતે ધાર્મિક પુસ્તકોનું પઠન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ પીએમ મોદીએ નાશિકમાં પંચવટીની મુલાકાત લીધી હતી જ્યાં ભગવાન શ્રી રામ તેમના વનવાસ દરમિયાન માતા સીતા અને લક્ષ્મણ સાથે રહ્યા હતા.આ સાથે જ વડાપ્રધાન મોદીએ કેરળમાં ગુરુવાયૂર મંદિર અને આંધ્રપ્રદેશમાં વીરભદ્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી. 

આગામી દિવસોમાં પીએમ મોદી દક્ષિણ ભારતના અનેક મંદિરોની મુલાકાત લેવાના છે. શનિવારે પીએમ તિરુચિરાપલ્લીમાં રંગનાથસ્વામી મંદિરની મુલાકાત લેશે. અહીં પીએમ કમ્બા રામાયણના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને સાંભળવામાં સમય પસાર કરશે. આ સિવાય પીએમ રામેશ્વરમની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ સંસ્કૃત, અવધી, કાશ્મીરી, ગુરુમુખી, આસામી, બંગાળી, મૈથિલી અને ગુજરાતીમાં રામાયણ સાંભળનારા શ્રોતાઓનો ભાગ બનશે.

વધુ વાંચો: રામ આયેંગે... ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા નગરી, જુઓ લેટેસ્ટ Videos

પીએમ મોદીએ તેમની 11 દિવસની ધાર્મિક વિધિ દરમિયાન સ્વચ્છ તીર્થ પહેલ પણ શરૂ કરી હતી અને 12 જાન્યુઆરીએ તેમણે પોતે નાશિકમાં શ્રી કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી હતી. તેમની પહેલથી દેશભરમાં મંદિરોની સફાઈ માટે જન આંદોલન શરૂ થયું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ