બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / Ayodhya Ram Mandir Ayodhya city decorated like a bride to welcome Lord Ram, watch latest videos

અયોધ્યા રામ મંદિર / રામ આયેંગે... ભગવાન રામના સ્વાગત માટે દુલ્હનની જેમ સજાવાઈ અયોધ્યા નગરી, જુઓ લેટેસ્ટ Videos

Megha

Last Updated: 10:08 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે, આ માટે મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે, સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

  • અયોધ્યા ભગવાન શ્રી રામ રામના આગમન માટે તૈયાર છે. 
  • મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. 
  • સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે.  

અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. આ પહેલા પણ રામલલાના ઘણા ફોટા વાયરલ થયા છે. અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. સાથે જ તેને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

જાણીતું છે કે અયોધ્યામાં આજે અને કાલે રામલલાના દર્શન નહીં થાય, હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ દર્શન થઈ શકશે. આજે ગર્ભગૃહને 81 કળશોમાં ભરીને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવશે. વાસ્તુ શાંતિ વિધિ પણ થશે. આ ઉપરાંત રામલલાની મૂર્તિમાં ફલાધિવાસ પણ કરવામાં આવશે અને આ બધાની વચ્ચે મંદિરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે અને આખું અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.   

અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત VVIP લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામભક્તો ઘરેબેઠા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે. કારણ કે અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોનો પ્રવેશ બંધ, માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે. 

 વધુ વાંચો: હવે સદૈવ અયોધ્યામાં રાજાની જેમ બિરાજમાન રહેશે રામલલા, તો જૂની મૂર્તિનું શું થશે? જાણો

લાઈવ ટેલિકાસ્ટ
તમે ઘરેબેઠા ઓનલાઈન ફોન, લેપટોપ, ટીવી પર અયોધ્યા રામમંદિરમાં થઈ રહેલ પૂજાને લાઈવ નિહાળી શકો છો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોઈ શકો છો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરશે. ઉપરાંત દૂરદર્શનની અન્ય યૂટ્યૂબ લિંક પર તમામ વિધિ વિધાન અને પૂજા લાઈવ જોઈ શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ