બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

VTV / ભારત / Ayodhya Ram Mandir Now Ramlala will sit like a king in Ayodhya forever, so what will happen to the old idol

અયોધ્યા રામ મંદિર / હવે સદૈવ અયોધ્યામાં રાજાની જેમ બિરાજમાન રહેશે રામલલા, તો જૂની મૂર્તિનું શું થશે? જાણો

Megha

Last Updated: 08:27 AM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિર - હાલ લોકો વચ્ચે નવી અને જૂની મૂર્તિને લઈ ચર્ચા ચાલી રહી છે. દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે જો મંદિરમાં નવી મૂર્તિના દર્શન કરવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે?

  • રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે આખો દેશ રાહ જોઈ રહ્યો છે. 
  • હાલ લોકો વચ્ચે નવી અને જૂની મૂર્તિને લઈ ચર્ચા ચાલી રહી છે.
  • મંદિરમાં નવી મૂર્તિના દર્શન કરવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે? 

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા માટે આખો દેશ રાહ જોઈ રહ્યો છે. આ મહિને 22 જાન્યુઆરી, સોમવારે રામલલા અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. દરેક વ્યક્તિ રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપ રામલલાને જોવા માંગે છે.

આ દિવસે રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવશે. એવામાં હાલ લોકો વચ્ચે નવી અને જૂની મૂર્તિને લઈ ચર્ચા ચાલી રહી છે. દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે જો મંદિરમાં નવી મૂર્તિના દર્શન કરવામાં આવશે તો જૂની મૂર્તિનું શું થશે? લોકોના મનમાં ઉઠતાં આ સવાલને દૂર કરતાં રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે લોકોની દરેક શંકા દૂર કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધી રામલલાએ પોતાનું જીવન વનવાસીની જેમ જીવ્યું છે. હવે એમની પૂજા રાજાની જેમ કરવામાં આવશે.

આ વિશે વાત કરતાં એમને કહ્યું કે, 'અત્યાર સુધી રામલલા ઘણી મુશ્કેલીમાં રહ્યા અને 28 વર્ષ બાદ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. એટલે કે જોવા જઈએ તો આટલા વર્ષો તેઓ વનવાસીની જેમ રહ્યા હતા પરંતુ હવે રામલલાને રાજાની જેમ પૂજવામાં આવશે. તેમની પૂજા વિધિ-વિધાન પ્રમાણે થતી રહેશે.'' પૂજારીએ કહ્યું કે જેમ સુખ પછી દુ:ખ આવે છે અને દુ:ખ પછી સુખ આવે છે. બરાબર એવું જ રામલલા સાથે થયું છે.' 

સત્યેન્દ્ર દાસે કહ્યું કે ' બંને મૂર્તિઓ ગર્ભગૃહમાં હશે. જો જુની મૂર્તિ સિંહાસન સાથે ગર્ભગૃહમાં જાય તો તેને નવી મૂર્તિની બાજુમાં રાખવામાં આવશે, જો સિંહાસન ન હોય તો નાની મૂર્તિ આગળ રાખવામાં આવશે.' 

વધુ વાંચો: તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું

નવી મૂર્તિ અંગે તેમણે કહ્યું કે, "માત્ર તફાવત બંનેના કદમાં છે. તેને દૂરથી જોવી મુશ્કેલ છે. નવા મંદિર માટે નવી મૂર્તિની જરૂર છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યારે દર્શન માટે લોકો આવશે ત્યારે બંને મૂર્તિઓના દર્શન કરી શકશે." જૂની પ્રતિમા વિશે તેમણે કહ્યું કે, ' જેમને આ મૂર્તિ પ્રત્યે વધુ લગાવ હશે તેઓ ગર્ભગૃહમાં એ મૂર્તિ જોઇને વધુ ખુશ થશે. લોકો બંનેનો લાભ ઉઠાવશે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ