બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : આણંદમાં 140 કિમીની ઝડપે કાર દોડાવીને લાઈવ કર્યું, ઠોકાતાં 4 યુવાનોના મોત, ડ્રાઈવર બચ્યો
Last Updated: 05:29 PM, 15 May 2024
'અમે કેવી ઝડપી કાર દોડાવીએ છીએ એવા દેખાડામાં મોત'ની થથરાવી મૂકે તેવી ઘટના ગુજરાતના આણંદ વાસદમાં બની છે જેમાં ખતરનાક સ્પીડે ચાલી રહેલી કારના ભયાનક એક્સિડન્ટમાં ચાર યુવાનોના દર્દનાક મોત થયાં હતા. સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ આવતાં હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ઓવરટેક કરવા છતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ હતી જેમાં 4 યુવાનોના મોત થયાં હતા તથા બીજા ઘાયલ થયાં હતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં ફરતા થયાં ફુટેજ
આ ઘટના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી, અને ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે.
ADVERTISEMENT
140 કિમી ઉપરની સ્પીડ
લાઈવ ઈન્સ્ટાગ્રામ વિડિયોમાં, યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર ડાન્સ કરતાં જોવા મળતાં હતા. ડ્રાઈવરે ભગાવેલી કારનો કાંટો 140 કિમી ઉપર હોવાનું પણ જોઈ શકાતું હતું. અચાનક, ડ્રાઈવરે એક પછી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો તેમાં કાર અથડાઈ હતી અને ગંભીર એક્સિડન્ટ થયો હતો.
ઘેર પાછા ન ફર્યાં પણ 'ઉપર' ગયાં
યુવાનો મુંબઈથી ઘેર પાછા આવતા હતા પરંતુ બધાને દેખાડી દેવાની ઘેલછામાં બહુ ભૂંડી રીતે માર્યાં ગયા. જવાનું હતું ઘેર પરંતુ પહોંચી ગયાં ઉપર, આવી ઘટનામાંથી બોધપાઠ લેવાની જરુર છે.
ડ્રાઈવર બચી ગયો
આ ઘટનામાં ચમત્કાર તો એ થયો કે જે ડ્રાઈવર 140 કિમીની ઝડપે કાર દોડાવતો હતો તેનો બચાવ થયો છે. તેની આવરદા બાકી હશે કે આટલી ખતરનાક સ્પીડના એક્સિડન્ટમાં પણ તેનો વાળ વાંકો ન થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગેરરીતિ / વધુ એક પેપર લીક? કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, કુલપતિએ આપ્યો આદેશ
Dinesh Chaudhary
ગુજરાત / ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે આવ્યા મોટા સમાચાર, મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.