બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'હવે કાશ્મીરમાં શાંતિ આવી, તો PoKમાં....', બંગાળથી અમિત શાહની ગર્જના, મમતા બેનર્જીને લીધી આડેહાથ

નિવેદન / 'હવે કાશ્મીરમાં શાંતિ આવી, તો PoKમાં....', બંગાળથી અમિત શાહની ગર્જના, મમતા બેનર્જીને લીધી આડેહાથ

Last Updated: 03:36 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : અમિત શાહે PoKમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, PoK ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને જ રહીશું, આજે ભારતીય કાશ્મીરમાં નહીં પણ PoKમાં પથ્થરમારો થઈ રહ્યો છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. PoKમાં ચાલી રહેલા હિંસક વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, PoK ભારતનો એક ભાગ છે અને અમે તેને મેળવીને જ રહીશું. તેમણે એમ પણ કહ્યું કે, આજે ભારતીય કાશ્મીરમાં નહીં પણ PoKમાં પથ્થરમારો થઈ રહ્યો છે. શ્રીરામપુરમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ એક સમયે અશાંત કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) હવે વિરોધ અને આઝાદીના નારાઓથી ગુંજી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, સરકારે 2019માં કલમ 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે પરંતુ હવે અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં વિરોધ જોઈ રહ્યા છીએ. પહેલા અહીં આઝાદીના નારા સંભળાતા હતા હવે એ જ નારા PoKમાં સંભળાય છે. પહેલા અહીં પથ્થરમારો થતો હતો હવે PoKમાં પથ્થરબાજી થઈ રહી છે. PoK પર કબજો કરવાની માંગને સમર્થન ન આપવા બદલ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું, મણિશંકર ઐયર જેવા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, આવુ ન કરવું જોઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે, તે ભારતનો એક ભાગ છે અને અમે તેને (PoK) લઈશું.

અમિત શાહે કહ્યું કે વર્તમાન લોકસભા ચૂંટણી એ INDIA ગઠબંધનના ભ્રષ્ટ નેતાઓ અને પ્રામાણિક રાજકારણી નરેન્દ્ર મોદી વચ્ચે પસંદગી કરવાની ચૂંટણી છે. મોદી મુખ્યપ્રધાન અને વડા પ્ધાન હોવા છતાં તેમના પર ક્યારેય એક પૈસો પણ આરોપ લાગ્યો નથી. તેમણે કહ્યું, પશ્ચિમ બંગાળને નક્કી કરવાનું છે કે તે ઘૂસણખોરો ઈચ્છે છે કે, શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન કાયદો (CAA). બંગાળે નક્કી કરવાનું છે કે, તેમણે જેહાદને મત આપવો છે કે વિકાસને મત આપવો છે.

વધુ વાંચો : આશિક કે હેવાન! ઘરમાં યુવતી શાંતિથી સૂઇ રહી હતી અને અચાનક પ્રેમીએ કર્યો ચાકુથી હુમલો, કિસ્સો કંપાવનારો

મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કર્યા પ્રહાર

અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે પણ CAAના સમર્થનમાં વાત કરી હતી. ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવા અને તેમની મત બેંકને ખુશ કરવા માટે 'ઘૂસણખોરોના સમર્થનમાં રેલીઓ કાઢવા' માટે ટીકા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભાજપના દિગ્ગજ નેતાઓ સતત પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. હવે અમિત શાહે PoKનો મુદ્દો ઉઠાવીને વિપક્ષને ઘેરી લીધા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોંઘવારી મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમના પર લાઠીચાર્જ કરવા ઉપરાંત પોલીસ ગોળીઓ પણ ચલાવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pok West Bengal Amit Shah Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ