બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહુડી મંદિર ફરીવાર વિવાદમાં, વધુ એક ટ્રસ્ટી પર આરોપ, નોટબંધી દરમ્યાન કમિશન લઇ નોટ બદલી આપવાનો આક્ષેપ
Last Updated: 05:46 PM, 15 May 2024
મહુડી મંદિર ફરીએકવાર તેના ટ્રસ્ટી પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇને ચર્ચામાં આવ્યું છે. કુલ આઠ ટ્રસ્ટીઓ પૈકી અગાઉ 2 ટ્રસ્ટીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. તે મામલામાં જેમણે ફરીયાદ નોંધાવી હતી તે ટ્રસ્ટી ખુદ પર જ હવે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.
ADVERTISEMENT
20 ટકા કમિશન લઇને નોટો બદલી આપવાનો આક્ષેપ
મહુડી જૈનતીર્થના ટ્રસ્ટી અંકિત મહેતાએ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે.. તેમણે આક્ષેપ કર્યો છે કે નોટબંધી સમયે મંદિરના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ 20 ટકા કમિશન લઇને નોટો બદલી આપી હતી.
ADVERTISEMENT
હિસાબી પત્રક બદલી નાંખવાનો આક્ષેપ
સાથે જ તેમણે કહ્યું કે ટ્રસ્ટ દ્વારા હિસાબી પત્રક બદલી નાખવામાં આવ્યુ હતું જેથી આ કૌભાંડ સામે આવે નહીં. તેમણે કહ્યું કે કૌભાંડના નાણાથી સોનુ ખરીદીને મંદિરમાં રાખવામાં આવ્યું હતું. આ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે.
અન્ય આક્ષેપો
સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભક્તો પાસેથી આવતી ભેટના નાણાંનો કોઈ હિસાબ નથી.દાન પત્રક, ચડાવો અને ભેટ સોગાદ ની કોઈ પણ વિગત ચોપડે લખવામાં આવતી નથી. મેનેજરની નિમણુંક ફરજિયાત હોવા છતા મેનેજરની નિમણુંક કરવામાં આવતી નથી. તેમણે ટ્રસ્ટમાંથી કુલ 14 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ ટ્ર્સ્ટમાંથી 65 કિલો સોનાની ઉચાપત થઇ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
આ અગાઉ શું થયું હતું
જો કે નવાઇની વાત એ છે કે અંકિત મહેતાએ જે ટ્રસ્ટી પર હાલ આરોપ મુક્યો છે તે ભુપેન્દ્ર વોરાએ જ અગાઉ મંદિરના અન્ય બે ટ્રસ્ટીઓ નિલેશભાઇ મહેતા અને સુનિલભાઇ મહેતા સામે સોનાનું વરખ, સોનાની ચેન સહિત રોકડ રકમની ઉચાપતની ફરીયાદ નોંધાવી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થ તરીકે જાણિતા મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ છે. આ આઠ ટ્રસ્ટીઓમાંથી અગાઉની વાત કરીએ તો અગાઉ ભૂપેન્દ્ર શાંતિલાલ વોરાએ ખુદ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઈન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવી હતી. . અને હવે સ્થિતિ એ છે કે ખુદ તેમની સામે જ આક્ષેપ થઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીનું બ્રેઈન વોશ કરી સાધુ બનાવવાનો મામલો, જનાર્દન સ્વામીએ પોતાના પર લાગેલા આક્ષેપને નકાર્યા
સીસીટીવી ફૂટેજમાં હિલચાલ દેખાઈ
આ દરમિયાન સ્ટાફના માણસોને પુછતાં તેમણે કહ્યું હતું કે, થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા આવ્યા હતાં. તેમણે અમારી હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના અને ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. ત્યાર બાદ તેમણે અમને બધાને જમવા મોકલી દીધા હતા. અમે જ્યારે જમીને આવ્યા ત્યારે આ બંને ટ્રસ્ટીઓ પાસે બે થેલા હતાં તે ત્યાંથી ગાયબ થયેલ માલુમ પડ્યું હતું. મંદિરના અન્ય ટ્રસ્ટીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતાં આ પ્રકારની હિલચાલ હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું. જેથી ભૂપેન્દ્રભાઈ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતને ફરિયાદ કરતાં પોલીસે બંને ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.