બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સુહાગરાત મોતનો ભેદ ખુલ્યો! રાતે 12 વાગ્યે આવું બનતાં દુલ્હનને મારીને પંખે લટક્યો દુલ્હો, સુહાગ સેજ બની હોન્ટેડ!

અયોધ્યા / સુહાગરાત મોતનો ભેદ ખુલ્યો! રાતે 12 વાગ્યે આવું બનતાં દુલ્હનને મારીને પંખે લટક્યો દુલ્હો, સુહાગ સેજ બની હોન્ટેડ!

Last Updated: 07:38 PM, 10 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં સુહાગરાતે થયેલા દુલ્હા-દુલ્હનનો મામલો વધારે ગૂંચવણભર્યો બની રહ્યો છે.

અયોધ્યાના મુરાવન ટોલામાં નવા પરણલા શિવાની અને પ્રદીપના સુહાગરાત મોતનો મામલો વધારે રહસ્યનો બની રહ્યો છે. પોલીસ તપાસમાં હવે એવું સામે આવ્યું છે કે લગ્ન બાદ રાતના 12 વાગ્યે દુલ્હા પ્રદીપના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો અને મેસેજ વાંચ્યા બાદ પ્રદીપ અને શિવાની વચ્ચે ઝગડો થયો હતો ત્યાર બાદ પ્રદીપે તેનું ગળુ દબાવીને હત્યા કરી અને પછી પંખે લટકીને આપઘાત કર્યો.

સંબંધ બાંધતા પહેલાં બન્યું આવું

એવું પણ સામે આવ્યું છે કે દુલ્હા-દુલ્હન વચ્ચે શારીરિક સંબંધ બંધાય તે પહેલાં જ ઝગડો થયો હતો અને થોડી વારમાં તો હત્યા અને આપઘાતનો બનાવ બની ગયો.

ઉત્સાહભેર લગ્નવિધિમાં ભાગ લીધો

પરિવારના સભ્યોનું કહેવું છે કે છ-સાત મહિના પહેલા બંનેની સંમતિથી સંબંધ નક્કી થયો હતો. લગ્ન પહેલા પ્રદીપ અને શિવાની બંને ફોન પર વાત કરતા હતા લગ્નની વિધિમાં પણ બન્નેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રદીપ લગ્ન પહેલા દોસ્તો સાથે ડાન્સ પણ કર્યો હતો. એકંદરે બધુ સારુ લાગતું હતું તો પછી રાતે આખરે એવું તે શું બન્યું કે બન્નેના મોત થયાં.

સુહાગરાતે બેડરુમમાંથી લાશ મળી

અયોધ્યામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક નવપરિણીત યુગલનું લગ્નના થોડા કલાકો પછી શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. રવિવારે સવારે જ્યારે પરિવારના સભ્યોએ વરરાજા અને કન્યાને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ખોલ્યો નહોતો અને મોડે સુધી દરવાજો ખખડાવવાં છતાં પણ ન ખોલવામાં આવતાં દરવાજો તોડી પડાયો હતો અને ત્યારે બેડ પરનો નજારો જોઈને પરિવારના હાંજા ગગડી ગયાં હતા. વરરાજા પ્રદીપના 7 માર્ચે લગ્ન થયાં હતા. લગ્ન બાદ કપલ સુહાગરાત મનાવવા કમરામાં ગયું પરંતુ અંદર શું બન્યું તેની કોઈને ખબર નથી. કદાચ દુલ્હાને દુલ્હનની હત્યા કરીને પછી આપઘાત કરી લીધો હોય તેવું બની શકે. સવારમાં બન્નેની લાશ મળતાં પરિવારને કમકમીયાં આવી ગયાં હતા.

પરિવારને કેવી રીતે ખબર પડી?

રવિવારે સવારે 7 વાગ્યા સુધી જ્યારે કન્યા અને વરરાજા જાગ્યા નહીં, ત્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. શંકા જતાં દરવાજો તોડવામાં આવ્યો ત્યારે પ્રદીપનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો અને તેની પત્ની પલંગ પર મૃત હાલતમાં પડી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુ:ખદ ઘટના બાદ, પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્રિત કર્યા. પોલીસે કહ્યું છે કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોશે, જેમાં મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ ઘટના બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વરની માતાની હાલત તો રડી રડીને પાગલ જેવી થઈ ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya dulha death Ayodhya dulha death news Ayodhya suhagrat death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ