ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / average assets of an mp are 345 times that normal taxpayer will need to work over 300 years to match
ADVERTISEMENT
એક સંસદ સભ્ય અને સામાન્ય ટેક્સપેયરની વચ્ચે સંપત્તિમાં અંતરને લઇને સામે આવેલા સર્વેએ ચોંકાવી દીધા છે. સર્વેના પ્રમાણે એક સાંસદની સરેરાશ સંપત્તિ ટેક્સપેયરની વાર્ષિક આવકથી 354.8 ગણી વધારે છે. એટલે કે સરેરાશ ટેક્સપેયરને લોકસભા સંભ્ય જેટલી સંપત્તિ એકત્રિત કરવામાં 345.8 વર્ષનો સમય લાગશે. સાંસદ અને ટેક્સપેયરની સંપત્તિમાં અંતર છેલ્લા પાંચ વર્ષનો ખૂબ મોટો છે. વર્ષ 2014માં આ અંતર 299.8 ગણું હતું. જો કે છેલ્લા કેટલાક વર્ષોનો ઇન્કમ ટેક્સ આંકડો પણ હજુ ઉપલબ્ધ થયો નથી. પરંતુ જે ડેટા સામે આવ્યો છે એ ઇન્કમ આંકડામાં આપવામાં આવેલી તમામ આવક પર આધારિત છે.
ADVERTISEMENT
તાજા વિશ્લેષણ માટે 2016 17ના નાણાંકીય વર્ષના આંકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે સાંસદોની સંપત્તિના આંકડા એકત્રિત કરવા માટે લોકસભા ચૂંટણીમાં આપવામાં આવેલા સોગંદનામાનો ઉપયોગ કરવામાં આવ્યો. બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા એકત્રિત આંકડા પ્રમાણે 2014 થી 2019 સુધી સાંસદનો સંપત્તિમાં 7.3 ટકાના દરથી વધારો થયો. જ્યારે ઇન્કમ ટેક્સ દાખલ કરનાર વ્યક્તિ માટે નાણાંકીય વર્ષ 2014 અને 2017ની વચ્ચે તમામ આવક 4.9 લાખથી 6 લાખ રૂપિયા થઇ.
2014થી 2019ની વચ્ચે સાંસદોની સરેરશા સંપત્તિમાં 14.7 કરોડ રૂપિયાથી 20.9 કરોડ રૂપિયા સુધીનો વધારો થયો. એક સરેરાશ વ્યક્તિની સરખામણીએ આ વધારો ઘણા વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ