બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ave a bad review about the movie 'Adipurush' So people beat up that person outside that theater, VIDEO goes viral

બહુ કરી / ફિલ્મ 'આદિપુરુષ' વિશે ખરાબ રિવ્યુ આપ્યો તો લોકો એ માર્યો માર, VIDEO થયો વાયરલ

Megha

Last Updated: 03:33 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'આદિપુરુષ ' ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી એવામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ ફિલ્મ વિશે ખરાબ પ્રતિક્રિયા આપી તો લોકો એ માર માર્યો હતો

  • 'આદિપુરુષ ' ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી
  • ફિલ્મ વિશે ખરાબ પ્રતિક્રિયા આપી તો લોકો એ માર્યો માર 
  • આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

આદિપુરુષ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણી હાઈપ થઈ હતી, ઘણા વિવાદો થયા હતા. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર પ્રભાસની ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે. આદિપુરુષનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો 4 વાગ્યે શરૂ થતાંની સાથે જ ચાહકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડ્યા હતા અને તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મ વિશે ખરાબ પ્રતિક્રિયા આપી તો લોકો એ માર્યો માર 
ફિલ્મ વિશે લોકો મિક્સ રિવ્યુ આપી રહ્યા છે અને આ સાથે જ ટ્વિટર પર ફિલ્મના સીન શેર કરી લોકો લગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એવામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે હૈદરાબાદના એક થિયેટરમાં ફિલ્મ જોયા પછી એક વ્યક્તિએ આદિપુરુષ ફિલ્મ વિશે ખરાબ પ્રતિક્રિયા આપી રહ્યો હતો ત્યારે અભિનેતાના ચાહકોને તે ગમ્યું નહીં. પ્રભાસના ચાહકોએ આદિપુરુષ અને પ્રભાસ પર ખરાબ ટિપ્પણીઓ કરવા બદલ તે વ્યક્તિને માર માર્યો હતો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડીયો થયો વાયરલ 
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ફિલ્મ જોયા બાદ મીડિયાને પોતાનો રિવ્યુ આપી રહ્યો છે. તેને એમ કહેતા સાંભળવા મળે છે કે ફિલ્મના VFX પ્લેસ્ટેશન ગ્રાફિક્સ કરતા પણ ખરાબ છે અને પ્રભાસ ભગવાન રામના રોલમાં ફિટ નથી બેસતો અને તેનું પરફોર્મન્સ બિલકુલ સારું નથી. તેના રિવ્યુ સાંભળી રહેલા ફેન્સે મીડિયાની સામે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને માર માર્યો હતો. જણાવી દઈએ કે આ ઘટના હૈદરાબાદના પ્રસાદ IMAX થિયેટરમાં બની હતી.

દેશભરના ચાહકો આદિપુરુષને તેમના પરિવાર અને મિત્રો સાથે થિયેટરોમાં જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. ઘણા નેટીઝન્સે નવા યુગના પ્રેક્ષકોને રામાયણ રજૂ કરવા માટે ફિલ્મની પ્રશંસા કરી અને ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને અન્યના અભિનયની પ્રશંસા કરી. જોકે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ફિલ્મને વીએફએક્સ અને પ્રભાસના નબળા પ્રદર્શન માટે ટ્રોલ કરી રહ્યા છે.

આદિપુરુષ મોટી અપેક્ષાઓ વચ્ચે 16 જૂનના રોજ સિનેમા હોલમાં રિલીઝ થઈ. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં 2D અને 3Dમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં જાનકી તરીકે કૃતિ સેનન, લંકેશ તરીકે સૈફ અલી ખાન, લક્ષ્મણ તરીકે સની સિંહ અને હનુમાનની ભૂમિકામાં દેવદત્ત નાગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ