બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, આ રીતે ટળી મોટી દુર્ઘટના

ષડયંત્ર નિષ્ફળ / વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ, આ રીતે ટળી મોટી દુર્ઘટના

Last Updated: 07:58 AM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચે રેલવે ટ્રેક પર 20 ફૂટની લોખંડની એંગલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જો કે એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઇ જતા પાયલોટે તાત્કાલિક ટ્રેનને રોકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો.. ચાંદલોડિયા-ખોડિયાર વચ્ચે રેલવે ટ્રેક પર 20 ફૂટની લોખંડની એંગલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો. જો કે એંગલ ટ્રેનના એન્જિનમાં ફસાઇ જતા પાયલોટે તાત્કાલિક ટ્રેનને રોકી હતી, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું, અમે કોંગ્રેસને હાથ જોડ્યા હતા પણ...

સાબરમતીના સર્વોત્તમ નગરમાં રહેતા ભાગવત બહેરા કે જેઓ અમદાવાદ ડિવિઝનમાં ખોડિયાર સ્ટેશન ખાતે સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે નોકરી કરે છે. તેમને ચાંદલોડિયા બી પેનલ રેલવેસ્ટેશન લાઇનથી ખોડિયાર રેલવે લાઇન વચ્ચે રેલ વ્યવહારને લગતી કામગીરી પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાની કામગીરી મળેલી છે. તેમને મેસેજ મળ્યો હતો કે આ રીતે રેલવે ટ્રેક પર કોઇએ લોખંડની એન્ગલ મુકેલી છે...દરમ્યાન વેરાવળથી આવી રહેલી ટ્રેનના એન્જિનમાં આ લોખંડની એંગલ ફસાઇ ગઇ હતી.. જે બાદ પાયલોટે ટ્રેન રોકી હતી. આખરે 9 મિનિટની જહેમત બાદ એંગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન રવાના કરાઇ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Attempt To Overturn Train Chandlodiya Railway Station Vande Bharat Exress Train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ