બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / astro tips: know pooja yogya samay

Puja Samay / ક્યા સમય પૂજા કરવાથી નથી મળતુ ફળ? પરંતુ બનવુ પડે છે પાપના હકદાર

Bijal Vyas

Last Updated: 01:23 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્વ છે. એટલા માટે ઘણા લોકો દરરોજ સવારે પૂજા કરે છે, એટલું જ નહીં, લોકો સાંજે પણ પૂજા પણ કરે છે. પરંતુ ખોટા સમયે કરવામાં આવેલી પૂજાનું ફળ મળતું નથી.

  • બપોરનો સમય પૂજા માટે વર્જિત માનવામાં આવે છે
  • સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે
  • જાણો, ધાર્મિક ગ્રંથો અનુસાર પૂજા માટેના શુભ સમય

Puja Samay: દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે લોકો દરરોજ પૂજા-પાઠ કરે છે. પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં શુભ અને સકારાત્મકતા પણ આવે છે. ભગવાનના આશીર્વાદ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ઘણી વખત, જો દરરોજ પૂજા કરવા છતાં પણ પૂર્ણ પરિણામ ન મળતું હોય, તો તેનું એક કારણ એ હોઈ શકે છે કે વ્યક્તિ જાણતા-અજાણ્યે ભૂલો કરી રહ્યો છે. તેનું કારણ એ પણ હોઈ શકે છે કે પૂજાનો સમય યોગ્ય નથી.

યોગ્ય સમય પર કરવી જોઇએ પૂજા
ધાર્મિક ગ્રંથોમાં ભગવાનની ઉપાસનાના ઘણા નિયમો અને સાચી રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પૂજા કરવાનો યોગ્ય સમય પણ સામેલ છે. પૂજાનું સંપૂર્ણ ફળ અથવા પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે પૂજાની પદ્ધતિ યોગ્ય હોય અને તે યોગ્ય સમયે કરવામાં આવે. નહીંતો ખોટા સમયે કરવામાં આવેલી પૂજાને કારણે દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે અને આવી સ્થિતિમાં પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જાણો પૂજા કરવાનો યોગ્ય સમય કયો છે અને કયા સમયે ન પૂજા ના કરવી જોઈએ.

જન્માષ્ટમી પર પૂજાનો મહાઉપાય.! શ્રી કૃષ્ણ દરેકે કષ્ટોને દૂર કરી દેશે, મળશે  માંગ્યું વરદાન | Mahapaya of Pooja on Janmashtami.! Shri Krishna will  remove all the sufferings, get the ...

આ સમયે ના કરો પૂજા
1. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, બપોરના સમયે પૂજા ન કરવી જોઈએ. આ સમય પૂજા માટે વર્જિત માનવામાં આવે છે. આથી મંદિરોના દરવાજા પણ બપોરના થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે, બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવેલી પૂજા ભગવાન સ્વીકારતા નથી. તેથી આ સમયે કરવામાં આવતી પૂજાનું ફળ મળતું નથી.
2. આરતી કર્યા પછી ક્યારેય પૂજા ન કરવી, આરતી હંમેશા પૂજાના અંતે કરવામાં આવે છે.
3. પૂજા હંમેશા શુદ્ધ અને પવિત્ર અવસ્થામાં કરવી જોઈએ. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે.
4. જ્યારે ઘરમાં સુતક અને પાતકની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય. તે સમયે પૂજા ન કરવી જોઈએ. આમ કરવું અશુભ છે.
5. હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે. તેથી ગ્રહણ દરમિયાન પૂજા ન કરવી. જો કે, આ સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મંત્રો જાપ કરીએ છીએ.

Topic | VTV Gujarati

પૂજા કરવાનો યોગ્ય સમય

  • ધાર્મિક ગ્રંથોમાં પૂજા માટેના શુભ સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમયે પૂજા કરવી ખૂબ જ શુભ છે.
  • પ્રથમ પૂજાનો સમય- બ્રહ્મ મુહૂર્ત સવારે 04:30 થી 5:00 સુધી
  • બીજી પૂજા - સવારે 9 વાગ્યા સુધી
  • મધ્યાહન પૂજા - બપોરે 12 વાગ્યા સુધી
  • સાંજની પૂજા- 04:30 થી 6:00 વાગ્યા સુધી
  • શયન પૂજા - 9:00 વાગે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ