બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ASP Abhay Soni replaced overnight after police beat BJP workers in Amreli
ADVERTISEMENT
અમરેલીમાં ડેપ્યુટી SP અભય સોનીની ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. ગેરવર્તણૂકના નામે થયેલી ફરિયાદ બાદ ASPની બદલી કરી દેવાય છે. ડેપ્યુટી SPને સજાના ભાગરૂપે બદલી આપી દેવાઈ છે. ભાજપના કાર્યકર્તાઓને માર માર્યાની ઘટના બાદ ચર્ચામાં આવ્યા હતા અભય સોની.

ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો
અમરેલીમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. પોલીસે ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચકાયો હતો. વેક્સિનેશનની તૈયારી કરતા ભાજપ કાર્યકર્તાઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ થયો છે. 2 કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ASP અભય સોની સામે દિલીપ સંઘાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. દિલીપ સંઘાણીએ પોલીસવડાને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. સંઘાણીએ પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં વેક્સિનેશન કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાયો હતો.
ADVERTISEMENT
દિલીપ સંઘાણીએ ફોન પર પોલીસ વડા સાથે કરી હતી વાતચીત
સમગ્ર ઘટના બાદ સહકારી શ્રેત્રના આગેવાન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પોલીસ વડાને ફોન કર્યો હતો. દિલીપ સંઘાણીએ ફોન પર પોલીસ વડાને કહ્યું કે, આ પ્રકારની ઘટનાથી પોલીસની છાપ બગડશે. અમારો વિરોધ પોલીસ સામે આવશે. તમે પોલીસના વડા છો. જેથી તાત્કાલીક પગલા લેવા જોઈએ.
ADVERTISEMENT

પોલીસ સામે આજ સુધી કોઈ ચડ્યું નથી. પરંતુ હવે પોલીસ સામે લીડ લેવામાં મને સંકોચ નથી. જિલ્લામાં કેટલાય ગોરખધંધા ચાલી રહ્યા છે. તેના વિશે અમે કંઈ બોલ્યા નથી. એક તરફ કોરોનાની કામગીરી ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ આવી રહ્યા હતા. અને આ પ્રકારની કામગીરી વચ્ચે પોલીસ અવરોધ બને તેનો મતલબ શું છે. દિલીપ સંઘાણીએ પોલીસ વડાને ફોન પર કહ્યું કે, જિલ્લામાં મારી સાથે ચાલો દારૂનું ક્યાં વેચાણ થઈ રહ્યું છે. તે તમને દેખાડું, પોલીસ રેતીનો જથ્થો ક્યાં લઈ જાય છે. તે પણ ખબર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.