બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / As many as 15 people died in the accident following heavy rains in North India

વિનાશ / ડૂબી ગયું ઉત્તર ભારત ! પૂરથી તૂટ્યા બ્રિજ, ભારે વરસાદથી સ્થિતિ બેકાબુ, એલર્ટ મોડમાં અમિત શાહ

Kishor

Last Updated: 07:42 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે દુર્ઘટનામાં 15 જેટલા લોકોના મોત નિપજયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

  • ઉત્તર ભારતમાં ત્રાટકી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત
  • અનેક વિસ્તારો જળમગ્ન તો અનેક મકાન જમીનદોસ્ત અનેક સ્થળે ભુસ્ખલન
  • 15 જેટલા લોકોના મોત નિપજયા

ઉત્તર ભારતમાં ત્રાટકી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઉત્તર ભારતમાં બ્રિજ પડવા ઉપરાંત મકાન જમીનદોસ્ત થવા સહિતની દુર્ઘટના સામે આવી છે. મુશળધાર વરસાદે ઠેર ઠેર વિનાશ વેરતા 15 જેટલા લોકોના મોત નિપજયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જ્યારે આઈએમડી દ્વારા જારી કરાયેલી વિગત અનુસાર દિલ્હીમાં ભારે વરસાદ થઈ રહ્યા છે જેને લઇને અનેક વિસ્તારોમાં જળભરાવ થયો છે. તથા કેટલાય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

દિલ્હીમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાઇ રહ્યો છે. આ સિઝનનો સૌથી વધુ વરસાદ ત્રાટકી રહ્યો છે અને આગામી સમયમાં પણ રાહતના કોઈ અણસાર જોવા મળતા નથી. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા દિલ્હી, હરિયાણા,  હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, રાજસ્થાન, પંજાબ, અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.બીજી તરફ  વરસાદની બેકાબુ સ્થિતીને ધ્યાને લઈને અમિત શાહ એલર્ટ મોડમાં છે.


જળભરાવની 200 થી વધુ ફરિયાદો

દિલ્હીમાં 24 કલાકમાં 153 મીમી વરસાદ નોંધાયો છે. જે 41 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ ગણાય રહ્યો છે. જાણવા મળતી વિગતો અનુસાર 25 જુલાઈ 1982 ના રોજ 169.9 મીમી વરસાદ નોંધાયો હતો. શનિવારે થયેલ રેકોર્ડ બ્રેક વરસાદને લઈને દિલ્હીના રાજમાર્ગો પર નદીઓ વહી હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને પગલે મિન્ટો બ્રિજ બંધ કરવાની નોબત આવી છે. તો પાણી ભરાયા હોવાની લગભગ 200 થી વધુ ફરિયાદો મળી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું ભારે વરસાદને લઈ આઈટીઓ, રોહતનગર રોડ,  રીંગરોડ, પાંડવ નગર અંદરપાસ, સરિતા વિહારચોક, મથુરા રોડ, પ્રગતિ મેદાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આટલા લોકોના મોત નિપજયા

વધુમાં ભારે વરસાદની થપાટને પગલે દિલ્હીમાં એક મકાન જમીનદોસ્ત થયું હતું. જેમાં 58 વર્ષની એક મહિલાનું મોત નીપજવાનું સામે આવ્યું છે તો રાજસ્થાનમાં ચાર મોત અને ઉત્તર પ્રદેશના મુજફરનગરમાં મેઘાની બઘડાટીને લઈને મકાન પડવાની દુર્ઘટનામાં એક મહિલા અને છ વર્ષની દીકરીનું મોત થયું છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં 
પૂરના પાણીમાં તણાઈ જતા સેનાના બે જવાનો પણ શહીદ થયા છે તો સીમલા અને કોઠગઢ વિસ્તારમાં ભૂસ્ખલનને લઈને એક પરિવારના ત્રણ લોકોના મોત તથા કુલ્લુ અને ચંબામા પણ એક એક વ્યક્તિનું મોત થયાનું સામે આવ્યું છે.

શ્રીનગર જમ્મુ હાઇવે બંધ કરાયો 

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ભુસખલનને ધ્યાને લઈને અનેક રસ્તાઓ બંધ પણ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સતત ત્રીજા દિવસે પણ અમરનાથ યાત્રામાં વરસાદ અને બરફ વર્ષા બાધારૂપ બની રહી છે. સાથે સાથે શ્રીનગર જમ્મુ હાઇવે બંધ કરાયો છે જેમાં 3000 વાહન ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ