બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Army jawan's wife got so drunk to earn money that she became a bootlegger

કાર્યવાહી / આર્મી જવાનની પત્નીને રૂપિયા કમાવવાનો એવો નશો ચઢ્યો કે બની ગઇ બુટલેગર, 2.56 લાખનો દારૂ જપ્ત

Priyakant

Last Updated: 04:39 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે આ મહિલાએ દારૂનો ધંધો કરીને પરિવારને ડુબાડ્યો, 855 બોટલો સાથે મહિલા બુટલેગરની ધરપકડ

  • SMCના અમદાવાદના સરદારનગરમાં દરોડા
  • 855 બોટલો સાથે મહિલા બુટલેગરની ધરપકડ
  • આર્મી જવાનની પત્ની કરતી હતી દારૂનો વેપાર 

રૂપિયા કમાવવાનો નશો આજે દરેકને હોય છે, જેમાં કેટલાક લોકો એવાં કામ કરતા હોય છે, જેના કારણે જેલના સ‌િળયા ગણવાના દિવસો પણ આવી જતા હોય છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના સકંજામાં એક મહિલા આવી છે, જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગઇ છે. મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે તેણે દારૂનો ધંધો કરીને પરિવારને પણ ડુબાડ્યો છે. સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઘરમાં રેડ કરીને મહિલાને 2.56 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે. 

સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમને બાતમી મળી છે કે, સરદારનગર વિસ્તારમાં આવેલી રમેશ દત્ત કોલોનીમાં રહેતી ગીતા યોગેન્દ્રસિંગ દારૂનો ધંધો જોરશોરથી કરી રહી છે. બાતમીના આધારે ગઇ કાલે સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને ગીતા યોગેન્દ્રસિંગની ધરપકડ કરી લીધી હતી. રેડ દરમિયાન SMCની ટીમને દારૂની 855 બોટલો મળી આવી છે, જેની કિંમત 2.56લાખ રૂપિયા થાય છે.SMCએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગીતા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગીતાએ અજય નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. ત્યાર બાદ વેચવાનું શરૂ કરી દીધું હતું. 

ગીતાના પતિ યોગેન્દ્રસિંગ આર્મી જવાન છે અને તે ગુજરાત બહારના રાજ્યમાં ડ્યૂટી કરે છે. યોગેન્દ્રસિંગ પાસે દારૂ પીવાની પરમિટ હોવાથી ગીતા દારૂ મંગાવતી હતી અને છૂટાછવાયા ગ્રાહકોને વેચતી હતી. દારૂના ધંધામાં વધારે રૂપિયા મળે છે તેવું વિચારીને ગીતાએ બુટલેગર બનવાનું નક્કી કરી લીધુ હતું. ગીતાએ પહેલાં નાના પાયે દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. સમય જતાં ગીતાને રૂપિયા કમાવવાનો નશો એટલો વધી ગયો કે તેણે વધારે દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના ઘરે જે દારૂડિયો દારૂ લેવા માટે જતો હતો તેણે જ SMCને બાતમી આપી હતી. બાતમીના આધારે SMCએ રેડ કરી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

ડીવીઆરમાં કેટલાક પોલીસ કર્મચારીની પોલ ખુલ્લી પડશે
SMCના ડીવાયએસપી કે.ટી. કામ‌િરયાએ જણાવ્યું છે કે, ગીતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગીતાના ઘરે કયા પોલીસ કર્મચારીઓ આવતા હતા, કેટલા ગ્રાહકો આવતા હતા તેનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજ જોતાં સામે આવે તેવી શક્યતા છે. સીસીટીવી ફૂટેજમાં ખાસ કરીને પોલીસ કર્મચારીઓની સંડોવણીના મામલે તપાસ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ