બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Argentina Vs France FIFA World Cup 2022 Final

દોહા / મેસી મેજિક ! ફાઈનલમાં ફ્રાન્સને હરાવીને આર્જેન્ટીના બન્યું ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન, PM મોદીએ ટ્વિટ કરી જુઓ શું કહ્યું

Hiralal

Last Updated: 12:04 AM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારની રાજધાની દોહાના લુસૈલ સ્ટેડિયમમાં રમાયેલા ફાઈનલમાં મુકાબલમાં આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવીને ફિફા વર્લ્ડ કપ જીતી લીધો છે.

​​​​​​

  • આર્જેન્ટીનાએ ફ્રાન્સને હરાવીને જીત્યો 2022નો ફિફા વર્લ્ડ કપ 
  • આર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસીએ દેશને અપાવ્યો વર્લ્ડ કપ
  • લિયોનેલ મેસીએ તેની અંતિમ મેચમાં દેશને અપાવ્યું ગૌરવ 
  • લિયોનેલ મેસી હવે લેશે નિવૃતી 

ફીફા વિશ્વકપમાં આર્જેન્ટિનાની શાનદાર જીત થઈ છે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાએ વિશ્વકપ જીત્યો છે. લિયોનેલ મેસ્સીની વિશ્વકપ સાથે વિદાય પણ લઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ 3 વખત આર્જેન્ટીનાએ વિશ્વકપ જીત્યો છે. ફ્રાન્સ સતત વિશ્વકપ જીતનો ઇતિહાસ ન દોહરાવી શકી.અગાઉ 2006માં પણ ફાઇનલમાં પેન્લટી શૂટઆઉટમાં ફ્રાન્સ હાર્યું હતું.રોમાંચક મુકાબલા સાથે ફિફા વિશ્વકપની આ વર્ષે પૂર્ણાહુતિ થઈ છે. અત્યાર સુધી વિશ્વકપની ફાઇનલમાં ૩ વખત પેન્લટી શૂટઆઉટની સ્થિતિ આવી છે.

PM મોદીએ પાઠવ્યા અભિનંદન
PM મોદીએ આર્જેટિનાને ફિફા વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન બનવા પર શુભકામનાઓ પાઠવી, કહ્યું ફૂટબોલ ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચ તરીકે યાદ કરવામાં આવશે!, આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો તેમની શાનદાર જીતથી આનંદિત છે, જુઓ ટ્વિટ

 

બંન્ને ટીમની બરાબરી થતાં પેનલ્ટી શૂટઆઉટ
ફિફા વર્લ્ડ કપ 2022નો મુકાબલો રોમાચંક જામ્યો હતો. બંન્ને ટીમે મેચના 2-2ની બરાબરી થઈ હતી જે બાદ મેચમાં બંન્ને ટીમને 15-15 મિનેટ એક્સ્ટ્રા આપાવમાં આવી હતી. જેમાં લિયોનેલ મેસી અને કિલિયન એમ્બાપ્પેને એક-એક ગોલ કર્યો હતો. જે બાદ મેચ 3-3ની બરાબરી થઈ જે બાદ પેનલ્ટી શૂટઆઉટની મદદ લેવી પડી હતી. જે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જટીના ગોલકીપર અમિલિયાનો માર્ટિનેજએ બે સેવ કર્યા અને આર્જિટીનાની જીત થઈ હતી.

પેનલ્ટી શૂટઆઉટમાં શું થયું?

ફ્રાન્સ - કીલીયન એમ્બાપ્પે (ગોલ)
આર્જેન્ટિના - લિયોનેલ મેસી (ગોલ)
ફ્રાન્સ- કિંગ્સલે કોમાન (મિસ)
આર્જેન્ટિના - પાઉલો ડાયબાલા (ગોલ)
ફ્રાન્સ - અયુરેલિયન ટી. (મિસ)
આર્જેન્ટિના - લિએન્ડ્રો પરેડેસ (ગોલ)
ફ્રાન્સ - રેન્ડર કોલો મુઆની (ગોલ)
આર્જેન્ટિના - ગોન્ઝાલો મોન્ટીઅલ (ગોલ)

પહેલી હાફમાં આર્જેન્ટિનાને મળી 2-0ની બઢત 
આર્જેન્ટિનાને 21મી મિનિટે પેનલ્ટી મળી હતી. મેસીએ પેનલ્ટીનો સંપૂર્ણ ફાયદો ઉઠાવીને આર્જેન્ટીનાનું ખાતું ખોલાવ્યું હતું. સીએ 23મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવતા ટીમને ફાઈનલમાં નોંધપાત્ર સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ આર્જેન્ટીના તરફથી ડી મારિયાએ 36મી મિનિટે બીજો ગોલ ફટકાર્યો હતો આ રીતે પહેલી હાફમાં આર્જેન્ટિનાએ મજબૂત સ્થિતિ બનાવીને 2-0થી બઢત બનાવી લીધી હતી. 

મેસી-અલ્વારેજે કરી ગોલની કોશિશ 
59મી મિનિટમાં ફરી એક વાર આર્જેન્ટિનાના જુલિયન અલ્વારેજે પોતાનો દમદાર ખેલ દેખાડ્યો  હતો. તે બોલને સીધા ફ્રાન્સના ગોલ પોસ્ટ સુધી લઈ ગયા હતા અને ટાર્ગેટ પર શોટ ફેંક્યો હતો પરંતુ ફ્રાન્સના ગોલકિપરે ચતુરાઈ દેખાડીને તેને નિષ્ફળ બનાવી દીધો. ત્યાર બાદની મિનિટે મેસીએ પણ ડી મારિયાના પાસ પર નિષ્ફળ ગોલ કરવાનો પ્રયાસ કર્યો.

ફ્રાન્સે ગ્રીઝમેનને બહાર બેસાડ્યો
71મી મિનિટે ફ્રાન્સે સ્ટાર ફોરવર્ડ પ્લેયર ગ્રીઝમેન અને ડિફેન્ડર થિયો હેર્નાન્ડેઝને બહાર બેસાડી દીધા છે. તેના સ્થાને મિડફિલ્ડર એડુઆર્ડો કામાવિન્ગા અને ફોરવર્ડ પ્લેયર કિંગ્સલે કોમેનને તક આપવામાં આવી હતી. 

ફ્રાન્સે પહેલી વાર મેચમાં બે ગોલ ખાધા 
ફ્રાન્સે આ વર્લ્ડ કપમાં પહેલી વાર બે મેચમાં બે ગોલ ખાધા છે. આ પહેલા ફ્રાન્સે તેની તમામ મેચોમાં 1-1થી વધારે ગોલ ક્યારેય પણ ખાધા નથી. ખાસ વાત એ રહી કે ફ્રાન્સે પહેલી હાફમાં ગોલ માટે એક પણ પ્રયાસ ન કર્યો.

મેસી ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ રમનારો ખેલાડી બન્યો 
મેસી આ સાથે ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ રમનારો ખેલાડી બની ગયો છે. ફ્રાન્સ સામે ફાઈનલ રમવા આવતાની સાથે જ મેસીએ જર્મનીના લોથર મેથોસ (25 દેખાવ)ને પાછળ રાખીને વર્લ્ડ કપ રમવાનો સૌથી વધુ ખેલાડી બની ગયો છે.

આર્જેન્ટિનાએ ડિફેન્સને મજબૂત બનાવ્યું, ડી મારિયા આઉટ
આર્જેન્ટિનાની ટીમે પોતાના અનુભવી ફોરવર્ડ ખેલાડી ડી મારિયાને બહાર બેસાડી દીધા છે. તેના સ્થાને ડિફેન્ડર માર્કોસ એકુનાને સબસ્ટીટ્યૂટ તરીકે મેદાન પર બોલાવવામાં આવ્યો. એટલે કે, એ સ્પષ્ટ છે કે આર્જેન્ટિનાની ટીમ હવે પોતાના ડિફેન્સને મજબૂત કરવા માંગે છે.

68મી મિનિટે ફ્રાન્સની ટીમ કોર્નરનો ફાયદો ન ઉઠાવી શકી 
68મી મિનિટે ફ્રાન્સની ટીમને કોર્નર મળ્યો હતો, જેને એન્ટોઈન ગ્રીઝમાને લીધો. પરંતુ ફ્રાન્સની ટીમ આ કોર્નર પર કોઈ ફાયદો ઉઠાવી શકી નહોતી.

ફ્રાન્સની જોરદાર વાપસી, એમ્બાપ્પે 2 મિનિટમાં 2 ગોલ કર્યાં
82મી મિનિટે ફ્રાન્સે જોરદાર વાપીસી હતી અને 2 મિનિટમાં ગોલ ફટકારીને આર્જેન્ટીનાની ટીમની બરાબરી કરી લીધી હતી. 

90 મિનિટ પૂરી થતા વધારાની 8 મિનિટ અપાઈ
90 મિનિટ પૂરી થઈ જતા બન્ને ટીમ 2-2ની બરાબરીએ હતી તેમ છતાં કેટલાક ખેલાડીઓને વાગ્યું હતું જેમાં ટાઈમ જતા મેચ રેફરી બન્ને ટીમને બીજી વધારાની 8 મિનિટ કાઢી આપી હતી. 

મેસીએ ત્રીજો ગોલ કર્યો 
108મી મિનિટે લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર પોતાનો જાદુ બતાવીને ટીમ માટે ત્રીજો ગોલ કરી આર્જેન્ટિનાની ટીમને 3-2ની લીડ અપાવી દીધી હતી. મેસીએ આ સાથે વર્લ્ડ કપની આ સિઝનમાં પોતાનો 7મો ગોલ ફટકાર્યો છે.

કિલિયન એમ્બાપ્પેએ ત્રીજો ગોલ ફટકારીને મેચને 3-3 ની બરાબરીએ કરી 

118મી મિનિટે આર્જેન્ટીનના ગોંઝાલોએ ફાઉલ કર્યું હતું, તેના હાથને બોલ લાગતા ફ્રાન્સને પેનલ્ટી મળી હતી અને આનો લાભ લઈને કિલિયન એમ્બાપ્પેએ ત્રીજો ગોલ ફટકારીને મેચને 3-3 ની બરાબરીએ લાવી મૂકી હતી. 

મેસી અને એમ્બાપ્પેએ એકીબીજાનો વારો પાડ્યો 
ફાઈનલમાં મેસી અને એમ્બાપ્પેએ એકબીજાનો વારો પાડ્યો હતો. પહેલા મેસીએ 3 ગોલ દાગીને ફ્રાન્સને દબાણમાં લાવી દીધું તો તેના પછી તરત એમ્બાપ્પેએ પણ 3 ગોલ ફટકારીને 3-3ની બરાબરીએ મેચને લાવીને મૂકી દીધી હતી. 

મેસી અને એમ્બાપ્પે એક જ ફૂટબોલ ક્લબના ખેલાડી 
લિયોનેલ મેસી  અને કિલિયન એમ્બાપ્પે એક જ ફૂટબોલ ક્લબ પીએસજી માટે રમે છે તેથી તેઓ એકબીજાની ખામીઓ સારી રીતે પરિચિત હતા. 

ફૂટબોલમાં રમનાર ટીમોને મળ્યાં આટલા રુપિયા 
• વિજેતા - 347 કરોડ રૂપિયા
• રનર-અપ - 248 કરોડ રૂપિયા
• ત્રીજા ક્રમની ટીમ - 223 કરોડ રૂપિયા (ક્રોએશિયા)
• ચોથા ક્રમની ટીમ - 206 કરોડ રૂપિયા (મોરોક્કો)

નોકઆઉટ મેચોમાં પહોંચનારી ટીમો જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને પણ ફીફા દ્વારા કેટલીક રકમ આપવામાં આવે છે. જાણો કઈ ટીમોને કેટલા રૂપિયા મળ્યા છે...

• વર્લ્ડ કપમાં દરેક ટીમ માટે $9-9 મિલિયન • પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી ટીમો માટે $ 13 મિલિયન • ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયેલી ટીમો માટે $ 17 મિલિયન


ફિફા દ્વારા વર્લ્ડ કપ દરમિયાન કુલ મળીને રુપિયા 3641 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે જુદી-જુદી ટીમોને ઈનામી રકમ તરીકે સાબિત થશે. જેમાં દરેક ટીમની પાર્ટિસિપેશન ફી, મેચ વિનિંગ, ગોલ ફી, તેમજ જીતની રકમ, રનર્સ અપ, નોકઆઉટ મેચ સુધી પહોંચનારી ટીમોનો સમાવેશ થાય છે.

ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મેચ 
કુલ મુકાબલો : 12
આર્જેન્ટિનાનો વિજય થયો : 6
ફ્રાન્સનો વિજય : 3
ડ્રો : 3

વિજેતા ટીમને ન મળી ફિફાની ઓરિજનલ ટ્રોફી 
ફિફા વર્લ્ડ કપ જીતનારી ટીમને ફિફાની ઓરિજનલ ટ્રોફી અપાઈ નહોતી, તેમને ફક્ત સેલિબ્રેશન કરવા માટે જ ટ્રોફી અપાઈ હતી ત્યાર બાદ ફિફાના અધિકારીઓએ તે ટ્રોફી લીધી હતી અને વિજેતા ટીમને ફક્ત ડુપ્લીકેટ ટ્રોફી આપી હતી. ફિફાની ઓરિજનલ ટ્રોફીને જર્મનીના મ્યુનિખ સ્થિત ફિફાના મુખ્યાલયમાં રાખવામાં આવશે. 2015ની સાલમાં ફિફાએ એવો નિયમ કર્યો હતો, વિજેતા ટીમને ટ્રોફી નહીં અપાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ