બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Archaeologists discover 400-year-old antique idols in Haryana

જોઈ લો અલભ્ય ચીજ / પ્લોટના પાયામાંથી મળ્યું એવું કે પુરાતત્વવિદો-લોકો દોડ્યાં, JCBવાળાને પૈસા આપીને માલિકે છુપાવ્યું

Hiralal

Last Updated: 03:45 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોદકામમાં મળેલી 3 વસ્તુઓ જોવા માટે લોકો અને પુરાતત્વવિદોએ દોડ લગાવી દીધી હતી. જેસીબી વડે મકાનના પાયાના ખોદકામમાં આ વસ્તુઓ મળી હતી.

ભારત વર્ષની ભૂમિ અનેક રહસ્યોથી ભરપૂર છે અહીં નગરોના નગરો દટાયેલાં છે અને કાળાંતરે તે બહાર આવતાં રહે છે. હરિયાણા ગુરુગ્રામના માનેસર નજીક બાઘનકી ગામમાં એક પ્લોટમાં ખોદકામ વખતે 400 વર્ષ જુની ધાતુની 3 મોટી મૂર્તિઓ મળી આવતાં લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. આ મૂર્તિના સમાચાર ફેલાતાં લોકો અને પુરાતત્વવિદોના ધાડેધાડા ગામમાં ઉતર્યાં હતા. નવા મકાન માટે જેસીબી વડે પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે તેમાં 3 મૂર્તિઓ નીકળી હતી આ પછી માલિકે જેસીબીવાળાને પૈસા આપીને કોઈને ન કહેવાનું જણાવ્યું હતું. જેસીબીવાળાને પૈસા પણ આપવામાં આવ્યાં હતા પરંતુ જેસીબીએ બે દિવસ બાદ તે વાત પોલીસને જણાવી દીધી હતી. 

વધુ વાંચો : VIDEO : રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી 6થી વધારે ભડથું, ભારે અફરાતફરી, ક્રેનથી બચાવાયાં

ગુરુગ્રામ પોલીસે શું કહ્યું 
ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે જેસીબી મશીનની મદદથી નવા મકાનનો પાયો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે મૂર્તિઓ મળી આવી હતી. શરૂઆતમાં પ્લોટના માલિકે આ મૂર્તિઓને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. મૂર્તિઓની માહિતી છુપાવવા માટે તેણે જેસીબી ડ્રાઇવરને પૈસાની લાલચ પણ આપી હતી. જો કે જેસીબી ચાલકે આ અંગે બે દિવસ બાદ બિલાસપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. બિલાસપુર પોલીસે ત્રણેય મૂર્તિઓ પુરાતત્ત્વના નાયબ નિયામક બી.ભટ્ટાચાર્ય અને ડો.કુશ ઢેબરને સોંપી દીધી છે.

400 વર્ષ જુની મૂર્તિઓની કોની? 
ખોદકામ દરમિયાન પ્લોટ માલિકના ઘરમાંથી મળી આવેલી મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુની ઊભેલી મૂર્તિ, દેવી લક્ષ્મી અને તેમની બન્નેની એકસાથેની, એમ 3 મૂર્તિઓ મળી આવી છે.

પુરાતત્વ વિભાગે મૂર્તિઓને કબજામાં લીધી 
પોલીસના જણાવ્યા અનુસાર, ગામના લોકો ઇચ્છતા હતા કે મૂર્તિઓ પંચાયતને સોંપી દેવામાં આવે, કારણ કે તેઓ પ્લોટ પર મંદિર બનાવવા માંગતા હતા. જો કે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેમની આ માંગને ફગાવી દીધી હતી. પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું, "આ મૂર્તિઓ સરકારની સંપત્તિ છે અને તેના પર કોઈનો વ્યક્તિગત અધિકાર ન હોઈ શકે. અમારી પ્રયોગશાળામાં અભ્યાસ કર્યા પછી, તેને પુરાતત્ત્વ વિભાગના સંગ્રહાલયમાં રાખવામાં આવશે. પ્રાથમિક તપાસ મુજબ આ મૂર્તિઓ લગભગ 400 વર્ષ જૂની દેખાય છે. જૂના પ્લોટમાં ખોદકામ પણ કરવામાં આવશે અને આવું કંઈ બીજું છુપાયું છે કે નહીં તેની પણ શોધ કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ