બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / APJ Abdul Kalam: Fisherman father, poverty at home, newspaper sold at railway station, yet see how he became President

APJ Abdul Kalam / 'કલામને સલામ': પિતા માછીમાર, ઘરમાં ગરીબી, રેલવે સ્ટેશન પર વેચ્યા ન્યુઝપેપર, છતાંય જુઓ કઇ રીતે બન્યા રાષ્ટ્રપતિ

Megha

Last Updated: 10:36 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 જુલાઈ 2015 ના રોજ IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપતી વખતે ડો.એ.પી.જે. કલામને હાર્ટ એટેક આવ્યો હતો અને એમને દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ છે

  • એ.પી.જે. કલામની વાર્તા આજે સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે
  • કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા
  • પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા અખબારો વેચ્યા

એ.પી.જે.અબ્દુલ કલામે 27 જુલાઈ 2015ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના જીવનના દરેક પાના પર ઘણા સંઘર્ષો છે જેનાથી દરેક વિદ્યાર્થીને પ્રેરણા મળે છે. આપણે બધા જાણીએ જ છીએ કે  એ.પી.જે. અબ્દુલ કલામ ગરીબીમાં ઉછેર્યા હતા અને ઘરમાં આટલી તંગી હતી કે એમનું ભરણપોષણ થવું પણ મુશ્કેલ હતું, આવી હાલતમાં તેઓ કેવી રીતે અભ્યાસ કરી શકે? પરંતુ આ માટે એમને માત્ર 8 વર્ષની ઉંમરથી કામ કર્યું, પૈસા કમાયા અને તે પૈસાથી અભ્યાસ કર્યો.

સપના ચોક્કસપણે વાસ્તવિકતામાં બદલાય છે
'જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, જો તમે મક્કમ છો, તો સપના ચોક્કસપણે વાસ્તવિકતામાં બદલાય છે.' ડૉ. એ.પી.જે અબ્દુલ કલામે આ વાતને સાચી કરીને ગયા. કલામની વાર્તા આજે સમગ્ર વિશ્વને પ્રેરણા આપે છે. નોંધનીય છે કે 27 જુલાઈ 2015 ના રોજ IIM શિલોંગમાં વિદ્યાર્થીઓને પ્રવચન આપતી વખતે કલામને હાર્ટ એટેક આવ્યો હતો અને એમને દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું હતું. આજે તેમની પુણ્યતિથિ અમે તમને કલામના સંઘર્ષથી ભરેલા જીવન વિશે થોડી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. 

કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા
એ.પી.જે. અબ્દુલ કલામનો જન્મ 1931 માં રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો. એમના પિતા માછીમાર હતા અને પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ હતું. કલામનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું,આટલી ગરીબીમાં જીવવા છતાં એમને શરૂઆતથી જ ભણવાનો શોખ હતો. તેઓ તેમના પરિવારમાં ચાર ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા પરંતુ જીવનમાં આટલી બધી સમસ્યાઓ જોવા છતાં એમને હિંમત ન હારી, અભ્યાસ કરતા રહ્યા અને આગળ વધતા રહ્યા હતા જે બાદ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બન્યા. 

પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા અખબારો વેચ્યા
જ્યારે નાના હતા ત્યારે આંખોમાં અભ્યાસનું સપનું હતું, રમકડાં રમવાની ઉંમરે એમને પોતાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા અખબારો વેચ્યા હતા. 8 વર્ષની ઉંમરે તેઓ સવારે 4 વાગે ઉઠી જતાં અને રોજનું કામ કર્યા પછી ગણિત ભણવા હતા હતા. ટ્યુશનમાંથી પાછા આવીને રામેશ્વરમ રેલ્વે અને નજીકના બસ સ્ટેશનો પર અખબારો વેચતા હતા. એ મહેનતનું ફળ એવું મળ્યું કે આજ સુધી તેઓ અખબારોની હેડલાઇન્સમાં રહે છે. 

પક્ષીઓ કેવી રીતે ઉડી શકે છે?
કલામ જ્યારે પાંચમા ધોરણમાં હતા ત્યારે એક દિવસ શિક્ષકે બાળકોને પૂછ્યું કે પક્ષીઓ કેવી રીતે ઉડી શકે છે. બાળકોમાંથી કોઈ જવાબ આપી શક્યું નહીં. બીજા દિવસે શિક્ષક બાળકોને દરિયા કિનારે લઈ ગયા. ત્યાં એમને બાળકોને પક્ષીઓ બતાવ્યા અને તેમની ઉડાનનું કારણ, પક્ષીઓના શરીરની રચના સમજાવી. બધા બાળકો શિક્ષકની વાત સાંભળી રહ્યા હતા પરંતુ કલામ કંઈક કરવાનું સપનું જોઈ રહ્યા હતા. આ દિવસે એમને ભવિષ્યમાં ઉડ્ડયન(aviation)માં જવાનું નક્કી કર્યું. બાદમાં મદ્રાસ એન્જિનિયરિંગ કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

'મિસાઈલ મેન'નું બિરુદ આપવામાં આવ્યું
કલામ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા વૈજ્ઞાનિક અને એન્જિનિયર તરીકે પ્રખ્યાત થયા. લગભગ ચાર દાયકા સુધી, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ની દેખરેખ વૈજ્ઞાનિક અને વિજ્ઞાન પ્રબંધક તરીકે કરી. બેલેસ્ટિક મિસાઈલ અને વાહન ટેકનોલોજીના વિકાસ માટે ભારતમાં 'મિસાઈલ મેન'નું બિરુદ આપવામાં આવ્યું. 'અગ્નિ કી ઉડાન' એ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામની આત્મકથા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ