ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ લૉકડાઉનને કારણે ઘરમાં બંધ છે પરિણામે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનુ ફોર્મ જળવાઇ રહે અને ક્રિકેટ પ્રત્યે તે ગંભીર રહે તે માટે પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ અલગ પેંતરો અપનાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જી હા એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે વિરાટ કોહલીની મજાક ઉડાવી રહી છે. અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરતા લખ્યુ કે, ''મેં વિચાર્યું કે તે ફિલ્ડને ઘણો મિસ કરતો હશે. તેની સાથે જ તેને મળતો લાખો ફેન્સનો લવ, અને ખાસ કરીને તે અમુક પ્રકારના ફેનને પણ ઘણો મિસ કરતો હશે. તો મેં તેને આ અનુભવ આપ્યો.''
ADVERTISEMENT
વીડિયોમાં અનુષ્કા શર્મા ગ્રાઉન્ડ પર વિચિત્ર રીતે બૂમો પાડતા ફેન્સની જેમ બોલી રહી છે. તે બોલી રહી છે કે, એ કોહલી.. એ કોહલી. ક્યા કર રહા હૈ... ચૌકા મારના ચૌકા... એ કોહલી.. એ કોહલી... અનુષ્કા ત્યારબાદ કોહલી તરફ કેમેરો ફેરવે છે જેમાં કોહલી ઇગ્નોર કરે છે તેવા હાવભાવ છે.
વીડિયો પોસ્ટ થયાના થોડા જ સમયમાં તે ટ્રેન્ડિંગ થઇ ગયો. કાર્તિક આર્યન, અર્જૂન કપૂર, કરણ જોહર, કાજલ અગ્રવાલ, સાનિયા મિર્ઝા, નીના ગુપ્તા, કુણાલ ખેમુ સહિત ઘણા સેલેબ્સે આ વીડિયો નીચે કમેન્ટ કરી હતી. કાર્તિકે લખ્યું હતું કે, ''હું આ પ્રકારનો ફેન છું''. જ્યારે અર્જુને લખ્યું હતું કે, ''ડિમાન્ડ ઓછામાં ઓછી 6 રનની હોવી જોઈએ, મિનિમમ બોસ.''
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકડાઉનમાં વિરાટ અને અનુષ્કા ઘરે રહીને સમયનો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ અનુષ્કાએ વિરાટના હેરકટ કર્યા હતા. કપલ તેમના પેરેન્ટ્સ સાથે ગેમ રમીને પણ સમય પસાર કરે છે. અનુષ્કા અને વિરાટે કોરોના સામેની જગમાં સરકારની મદદ માટે આર્થિક સહાય પણ કરી છે. તેમણે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં યોગદાન આપ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ