બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Another new feature will be launched by WhatsApp

સુવિધા / WhatsAppમાં નવું આવ્યું.! હવે Instagram જેવી Channels ફીચર્સ પણ હશે, જાણો કેવી રીતે કામ કરશે આ સુવિધા

Kishor

Last Updated: 08:12 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો યુઝર્સની જરૂરિયાતને ધ્યાને લઈને WhatsApp દ્વારા તદ્દન નવી સુવિધાનો પ્રારંભ કરવામા આવશું. શુ છે આ સુવિધા જાણો આ અહેવાલમા !

  • વોટ્સએપ દ્વારા વધુ એક નવી સુવિધા શરૂ કરાશે
  • Instagram ચેનલોની જેમ કામ કરશે આ ફીચર્સ
  • આગામી મહિનાઓના કોઈપણ વ્યક્તિ બનાવી શકશે ચેનલ 

ભારત સહિત વિશ્વના કરોડો લોકો પોતાના મોબાઇલમાં વોટ્સએપ વાપરે છે. બીજી બાજુ કંપની દ્વારા પણ યુઝર્સની જુદી જુદી જરૂરિયાતને ધ્યાને લઈને અપડેટ કરવામાં આવે છે. જેના ભાગરૂપે કંપની દ્વારા નવું ફીચર રજૂ કરાયું છે. જે Instagram ચેનલોની જેમ કામ કરી શકે છે. નવું ફીચર ભારતીય યુઝર્સ માટે શરૂ પણ કરી દીધું છે.

WhatsApp ચેનલોનો પ્રારંભ કરવા જઈ રહી છે કંપની

આ ફિચરની મદદથી તને તમારા મેસેજને બ્રોડકસ્ટ કરી શકો છો. સાદી ભાષામાં કહીએ તો તે એક બ્રોડકાસ્ટ ટૂલ છે, જે મોટી સંસ્થાઓ, ક્રિએટર્સ અને ખ્યાતનામ લોકોને સીધું જ WhatsApp થકી લોકોર્સ સુધી પહોંચી અપડેટ આપવામાં મદદ કરશે. માર્ક ઝકરબર્ગે આ અંગે પોસ્ટ શેર કરી કહ્યું કે અમે ગ્લોબલ બજારમાં WhatsApp ચેનલોનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આગામી સમયના હજારો નવી ચેનલો ઉમેરશું. કંપની પોતાની ચેનલ પણ લોન્ચ કરી રહી છે, જ્યાં વોટ્સએપ દ્વારા બનતી પ્રોડક્ટ્સ પર અપડેટ આપાશે.

હવે કોઈ તમારું WhatsApp ખોલશે તો પણ વાંચવા નહીં મળે મેસેજ, જાણો કઈ રીતે લૉક  કરી શકાશે ચેટ? | Now even if someone opens your WhatsApp will not be able  to read

ચેનલ નવા ટેબમાં આવશે

મહત્વનું છે કે કંપની દ્વારા આ ચેનલને અપડેટ્સ નામના નવા ટેબમાં રજૂ કરવામાં આવશે. જ્યાં યુઝર્સ સરળતાથી સર્ચ કરી સ્ટેટસ અને ચેનલ્સને સર્ચ જોઈ શકશે. આ ટેબ પરિવાર, મિત્રો અને ગ્રૂપ સાસાથે ચેટ કરવાની સુવિધાથી એકદમ અલગ છે.વધુમાં ઝકરબર્ગે તેની WhatsApp ચેનલ પણ શરૂ કરી હતી. તથા કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમ, કેટરિના કૈફ, દિલજીત દોસાંઝ, અક્ષય કુમાર, વિજય દેવેરાકોંડા, નેહા કક્કર સહિતનાઓએ સમર્થન આપી તેમની નવી વોટ્સએપ ચેનલ શરૂ કરવાનો કોલ આપ્યો હતો.


સુરક્ષાને પગલે આ નિર્ણય

આ ફીચરમાં ચેનલ એડમીનનો ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો ફોલોઅર્સને દેખાડવામાં આવશે નહિ. બીજી બાજુ યુઝર્સને પણ ચેનલ ફોલો માટે અન્ય કોઈ સાથે તમારો નંબર શેર કરવાની આવશ્યકતા રહેતી નથી. WhatsApp આગામી સપ્તાહમાં વૈશ્વિક સ્તરે ચેનલ્સ સહિતના સમયાંતરે 4 ફીચર લોન્ચ કરશે.જેથી આવનારા મહિનાઓમાં કોઈપણ વ્યક્તિ ચેનલ બનાવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ