બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Anju shared a video from Pakistan, said- 'I will come back to India soon but don't disturb the family..'

VIDEO / અંજુએ પાકિસ્તાનથી શેર કર્યો વિડિયો, કહ્યું- 'ટૂંક સમયમાં ભારત પાછી આવીશ પણ પરિવારને પરેશાન ન કરો..'

Megha

Last Updated: 03:47 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ગયેલ અંજુ પ્રસાદને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ છે, જો કે અંજુએ પોતે આ દાવાઓને ફગાવી દીધા છે

  • અંજુ પ્રસાદને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે
  • કહેવામાં આવી રહ્યું છે પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ છે
  • જો કે અંજુએ પોતે આ દાવાઓને ફગાવી દીધા છે

ભારતથી પાકિસ્તાન ગયેલ અંજુ પ્રસાદને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. સમાચારોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન ગઈ છે, જ્યારે અંજુએ પોતે આ દાવાઓને ફગાવી દીધા છે. હાલ તેની સરખામણી સીમા હૈદર કેસ સાથે કરવામાં આવી રહી છે, જે તાજેતરમાં પાકિસ્તાનથી ભારત આવી છે. જોકે તેનાથી વિપરીત અંજુ તમામ માન્ય દસ્તાવેજો સાથે બોર્ડરથી પાકિસ્તાન ગઈ છે. 

વાત એમ છે કે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે જે તેણે પોતે રેકોર્ડ કર્યો છે. જેમાં તે વાઘા બોર્ડરથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં તે જણાવે છે કે તે બિલકુલ સુરક્ષિત છે અને ટૂંક સમયમાં પરત આવી જશે. પહેલા વીડિયોમાં અંજુ પાકિસ્તાનમાં પ્રવેશતી જોવા મળે છે. વીડિયો રેકોર્ડ કરતી વખતે તે કહે છે, 'આ પાકિસ્તાન એન્ટ્રી બોર્ડર છે.' વિડિયોના અંતે, તે પોતાની જાતને પણ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરે છે.અન્ય એક વીડિયોમાં અંજુ એક અંધારીયા રૂમમાં બેઠેલી જોવા મળે છે. તેણી કહે છે, 'હું દરેકને આ સંદેશ આપવા માંગુ છું કે હું અહીં કાયદેસર રીતે આવી છું. હું મારા આયોજનથી આવી છું... આ બે દિવસની વાત નથી કે હું અચાનક આવી ગઈ હોય. હું અહીં સુરક્ષિત છું અને કોઈ સમસ્યા નથી.

'મારા પરિવારને પરેશાન ન કરવામાં આવે'
અંજુએ આગળ કહ્યું, 'હું જે રીતે આવી હતી તે જ રીતે પાછી આવી જઈશ. હું બે-ત્રણ દિવસમાં પાછી આવીશ. મારી સૌથી વિનંતી છે કે મારા સંબંધીઓ અને બાળકોને પરેશાન ન કરતાં.  તમારે મારી સાથે જે પણ વાત કરવી હોય એ કરો પણ એમને પરેશાન ન કરો. મારો સંપર્ક કરો, હું આ લાઇન પર હાજર જ છું' અંજુ કહે છે કે તે માત્ર મુલાકાત કરવા પાકિસ્તાન આવી છે અને નસરુલ્લા સાથે સગાઈ કરવાની તેની કોઈ યોજના નથી. જ્યારે નસરુલ્લાનો દાવો છે કે તેઓ આગામી થોડા દિવસોમાં સગાઈ કરવા જઈ રહ્યા છે અને બંને લગ્ન કરશે. 

પાકિસ્તાનીઓ અંજુનું સ્વાગત કરી રહ્યા છે
એક અહેવાલ મુજબ અંજુના આવવાથી નસરુલ્લાના ઘરની આસપાસ ઉજવણીનો માહોલ છે. સ્થાનિક લોકો અંજુનું સ્વાગત કરી રહ્યા છે અને મહિલાઓ તેને ભેટ આપી રહી છે. એક સ્થાનિક નાગરિકે કહ્યું કે અંજુ પખ્તુનોની વહુ છે અને અમારી મહેમાન છે. જ્યાં સુધી તે ઈચ્છે ત્યાં સુધી તે અહીં રહી શકે છે અને અમે તમામ પ્રયાસ કરીશું કે તેને કોઈ સમસ્યા ન આવે. જણાવી દઈએ કે અંજુ ઉત્તર પ્રદેશમાં એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને 10 દિવસની રજા લઈને પાકિસ્તાન ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ