બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Animals are tied up, people are saving their lives by climbing trees somewhere; Aji river Ganditoor, dam overflow in Rajkot

આકાશી આફત / પશુઓ તણાયા, ક્યાંય ધાબે તો ક્યાંક ઝાડ પર ચઢીને જીવ બચાવી રહ્યા છે લોકો; રાજકોટમાં આજી નદી ગાંડીતૂર, ડેમ ઑવરફ્લો

Vishal Khamar

Last Updated: 05:11 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ છે. ગોંડલ ખાતે 25 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.

  • રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ
  • સરધારના હોડચલી ગામમાં જળબંબાકાર
  • ગૌશાળામાં પાણી ઘૂસતા પશુઓ તણાયા 

 મહિસાગરનાં કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. કડાણા ડેમમાં 39187 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. કડાણા ડેમની જળ સપાટી 383.11 ફૂટ પર પહોંચી છે. કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ પર છે. ભયજનક સપાટીથી હાલ 35 ફૂટ ડેમ ખાલી છે. 

ગૌશાળામાં પાણી ઘૂસતા પશુઓ તણાયા 
રાજકોટ જીલ્લામાં ભારે વરસાદ સરધારનાં હોડચલી ગામમાં જળબંબાકાર થયું હતું. ગૌશાળામાં પાણી ઘૂસતા પશુઓ તણાયા હતા. સરધાર અને આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો. 

પૂરમાં ફસાયેલા 25 લોકોને રેસ્ક્યું કરી બચાવી લેવાયા
ગોંડલના કરમાળ પીપળીયા ગામે પૂરમાં ફસાયેલા 25 લોકોને ગોંડલ ડેપ્યુટી કલેક્ટર રાજેશકુમાર આલની આગેવાનીમાં રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે 15 લોકો છત ઉપર હતા અને અન્ય 10 લોકો જમીન પર હતા.

ફાયર વિભાગની ટીમે સુરક્ષિત રીતે બાળતનું રેસ્ક્યૂ કર્યું
રાજકોટમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેનાં કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા. ત્યારે જસદણનાં ઈશ્વરીયા ગામમાં બાળકનું રેસ્ક્યું કરાયું હતું. ફાયર વિભાગની ટીમે સુરક્ષિત રીતે બાળકનું રેસ્ક્યું કર્યું હતું. 

કોટડાસાંગાણીના વાદીપરા ગામની નદીમાં ઘોડાપૂર
રાજકોટ જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેનાં કારણે કોટડાસાંગાણીનાં વાદીપરા ગામની નદીમાં ધોડાપૂર આવ્યા હતા. ગામનાં સીમ વિસ્તારમાં નદીનું પાણી ફરી વળતાં 15 લોકો ફસાયા હતા. નદીનાં ધસમસતા પ્રવાહમાં લોકોએ વૃક્ષનો સહારો લીધો હતો.

ખારચિયા ગામમાં 3થી 4 ફૂટ સુધી પાણી ભરાયા 
રાજકોટ જીલ્લામાં અવિરત વરસાદ પડતા ખારચિયા ગામમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા. પાણીથી બચવા માટે ગામનાં લોકો ઘરનાં પહેલા માળે પહોંચ્યા હતા. સરધાર અને આસપાસનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામની બજારો અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. 

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તો માટે શરુ કરાઈ સેવા 
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તો માટે સેવા શરૂ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારનાં લોકો માટે ફ્રૂડ પેકેટ તૈયાર કરાયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ