બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / Anant Chaturdashi colorful celebrations across Gujarat including Surat, Vadodara, Ahmedabad

PHOTOS / સુરત, વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનંત ચતુર્દશી રંગેચંગે ઉજવણી, એક એક તસવીરોમાં ભગવાન અને ભક્તનો મેળાપ

Vishal Khamar

Last Updated: 06:43 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશોત્સવની અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે અનંત ચતુર્દશીનાં દિવસે લોકોએ ગણપતિ દાદાને વિદાય કરી હતી. રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

  • રાજ્યમાં ઠેર ઠેર આજે ગણપતિ દાદાને ભક્તોએ વિદાય આપી
  • ડીજે ઢોલ-નગારા સાથે ભવ્ય આતિશબાજી સાથે શ્રીજીને વિદાય
  • ગણેશ વિસર્જનને લઈ રાજ્યમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 

આજે ગણેશ સ્થાપના બાદ આજે વિદાય નો પાવન અવસર છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર સ્થાપન કરેલા ગણપતિ ની વિદાય કરી રહ્યા છે. જો કે ભારે હૈયે ભક્તો બાપની વિદાય કરી રહ્યા છે. વિદાય થતા ગણપતિ બાપા આવતા વર્ષે ફરી આવશો તેવી આશા સાથે ભક્તો કરી સેવી રહ્યા છે. અમદાવાદ ગુરુકુળ વિસ્તારમાં આવેલા ગુરુકુળ મિત્ર મંડળના યુવકો 10 વર્ષથી બાપા ની સ્થાપના કરે છે. આ મંડળ પ્રતિ વર્ષ દગડુ ગણપતિની સ્થાપના કરે કરે છે..આ વર્ષે તેમને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

ગણેશજીની વિશાળ મૂર્તિઓની નીકળી વિસર્જન યાત્રા
વડોદરામાં મંડળોનાં ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. ડીજે ઢોલ-નગારા સાથે ભવ્ય આતિશબાજી સાથે શ્રીજીને વિદાય અપાઈ હતી. માંડવીથી સુરસાગર તળાવ સુધી ગણેશજીની પ્રતિમાઓની કતાર લાગી હતી. ગણેશજીની વિશાળ મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી હતી. 

5 હજારથી વધુ ગણેશની મૂર્તિનું વિસર્જન
વડોદરામાં ગણેશ વિસર્જનની ઉજવણી થઈ રહી છે.  વડોદરામાં 5 હજારથી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થશે. શહેરનાં 4 કૃત્રિમ તળાવમાં વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે. 4 વાગ્યાથી ગણેશ મંડળામાં વિસર્જનની તૈયારીઓ શરૂ કરી દેવામાં  આવી છે. ત્યારે 7 હજારથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

1100થી વધારે પ્રતિમાઓનું કરાયું વિસર્જન 
વડોદરા શહેરમાં આજે ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિસર્જનને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગજરાજ દ્વારા જળાભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું. જે બાદ વિસર્જન થયું હતું. યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી માટે આયોજન કરાયું હતું. ગણેશજીનાં વિસર્જન માટે ઈકો ફ્રેન્ડલી કુંડ તૈયાર કરાયો હતો. 1100 થી વધારે પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. તેમજ પૂજાપામાં વપરાતા ફૂલોનું ખાતર બનાવવામાં આવ્યું હતું. તેમજ વિસર્જન માટે આવતા ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ ઉભો કરાયો હતો. 

કોર્પોરેશન દ્વારા 20 થી વધુ કૃત્રિમકુંડ બનાવાયા
સુરતમાં ગણેશ વિસર્જનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં 20 થી વધુ કૃત્રિમકુંડ બનાવાયા છે. કૃત્રિમકુંડમાં 5 ફૂટથી નાની ગણેશ મૂર્તિનું વિસર્જન થઈ શકશે. સી. આર.પાટીલ અને હર્ષ સંઘવીએ આ વિસર્જન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ