બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand Collector d. S. Explanation of Ketaki Vyas on the issue of trapping Gadhvi

આણંદ / તોડકાંડમાં આડખીલી બનેલા કલેક્ટરનો કાંટો કાઢવા રચાયો કામલીલાનો કારસો, સ્પાય કેમેરાની તપાસમાં લાંચકાંડના 4 આરોપીઓ નગ્ન

Dinesh

Last Updated: 04:32 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: કલેક્ટર ડી.એસ. ગઢવીને ચીટનિશ જે.ડી. પટેલના ઇરાદાઓની ગંધ આવી જતાં તેમણે અરજદારોની ફાઇલો ક્લિયર કરવા સૂચના આપી હતી

 

  • આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીને ફસાવવા મુદ્દે ખુલાસો 
  • તોડકાંડમાં આડખીલી બનેલા કલેક્ટર સામે ષડયંત્ર 
  • કેતકી વ્યાસની લાંચ લેવાની ભૂખ કલેક્ટરને પડી ભારે


Anand News: આણંદના તત્કાલિન કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જો કે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને  લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ. ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.

કેતકી વ્યાસ

સ્પાય કેમેરા કાંડ પાછળ લાંચકાંડ!
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સરકારે જંત્રીના ભાવ ડબલ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લાગુ કરવા પહેલા જુની જંત્રીએ 2 મહિના સુધી જમીનની અરજીઓ ક્લિયર કરવા માટે સમય પણ આપ્યો હતો. આ સમય દરમ્યાન જમીન ખાતાના ચીટનીશ જે.ડી પટેલ જુની જંત્રીની તમામ ફાઇલો ક્લિયર ન કરી દબાવી રાખી અરજદારોને ફાઇલ ક્લિયર કરવા માટે મોટી રકમ માગી હતી. જો કે કલેક્ટર ડી.એસ. ગઢવીને ચીટનિશ જે.ડી. પટેલના ઇરાદાઓની ગંધ આવી જતાં તેમણે અરજદારોની ફાઇલો ક્લિયર કરવા સૂચના આપી હતી. 

જે ડી પટેલ

કલેક્ટરને ફસાવવા લગાવાયા સ્પાય કેમેરા
જુની જંત્રી બાદ નવી જંત્રી ડબલ થઇ જતાં ડબલ પ્રિમિયમ ચૂકવવા ન માગતા અરજદારો ફાઇલો 90 દિવસમાં ક્લિયર કરાવવા માટે મોં માગી રકમ આપવા તૈયાર થઇ જતા હતા. જો કે ફાઇલો અટકાવી લાંચ લેતી લાંચિયા ટોળકી કલેક્ટર ગઢવીની સૂચના બાદ લાંચ  વસૂલી શકે તેવી સ્થિતીમાં ન હતી. કલેક્ટર ડી.એસ. ગઢવીના કારણે સંખ્યાબંધ અરજદારો પાસેથી મોટી લાંચ હાથમાંથી જતી જોઇ કેતકી વ્યાસ અને જેડી પટેલે કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ કેતકી વ્યાસ ચિટનીશ જે.ડી. પટેલ અને ગૌતમ ચૌધરીએ સ્પાય કેમેરા મુક્યા હતા. ઓપરેશન પાર પાડ્યા બાદ સ્પાય કેમેરાને જે.ડી.પટેલે સળગાવી દીધો હતો. જે.ડી.પટેલને રહેમરાહે મહેસૂલ વિભાગમાં નોકરી મળી હતી તેમજ વહીવટની આવક વિદેશમાં રોકતો હોવાની ચર્ચા છે.

ગૌતમ ચૌધરી

કલેક્ટર ગઢવીને ફસાવવા ટોળકીનું કારસ્તાન
સૂત્રો દ્વારા એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા માટે અગાઉ કેતકી વ્યાસ અને લાંચીયા ટોળકીએ અગાઉ 2 મહિલાને કલેક્ટર પાસે મોકલી હતી. બીજી બાજુ સમગ્ર કાંડમાં ગૌતમ ચૌધરીની પણ ભૂમિકા સામે આવી છે, સમગ્ર કાંડના ફૂટેજની પેનડ્રાઇવ કેતકી વ્યાસના PA ગૌતમ ચૌધરીએ જ વિવિધ જગ્યાએ મોકલી વાયરલ કરી હતી. સમગ્ર મામલે પોલીસે કેતકી વ્યાસ, જે.ડી.પટેલ અને હરીશ ચાવડા વિરુદ્ધ નોંધ્યો ગુનો છે. એક નેતાના આશિર્વાદથી ચિટનીશ તરીકે કામ કરતાં જે.ડી. પટેલ વિદ્યાનગરમાં આલિશાન મકાન ધરાવે છે. ત્યારે અરજદારો પાસેથી મસમોટી લાંચ લેવા માટે કલેક્ટરને સ્પાય કેમેરા કાંડમાં ફસાવનારા ત્રણેય લોકોની સંપત્તિની તપાસ થાય તેવી માગ ઉઠી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ