બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / An increase in good cholesterol is not a good thing

આરોગ્ય / ગુડ કોલેસ્ટ્રોલનું વધવું એ કંઇ 'Good' બાબત નથી, મગજની આ બીમારી બની શકે છે જોખમકારક

Pooja Khunti

Last Updated: 03:21 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Good cholesterol: આહાર અને જીવનશૈલીનાં કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે કેટલીક ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.

  • કોલેસ્ટ્રોલ વધવાને કારણે કેટલીક ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે
  • આહાર અને જીવનશૈલીનાં કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે
  • શરીરને સૌથી વધુ નુકસાન ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે

કોલેસ્ટ્રોલ વધવાને કારણે કેટલીક ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. તેની વધુ અસર હ્રદયનાં સ્વાસ્થ્ય પર પડે છે. આહાર અને જીવનશૈલીનાં કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. આ સમસ્યા નાની ઉંમરનાં લોકોમાં પણ જોવા મળે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારનાં હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ [HDL] અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ [LDL]. શરીરને સૌથી વધુ નુકસાન ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે.

HDL કોલેસ્ટ્રોલ
એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી માનસિક સમસ્યાઓ વધી શકે છે. ઉચ્ચ HDL કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં ડિમેન્શિયા, એક રોગ જે યાદશક્તિ, પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે તેનું જોખમ વધારે હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેનો અર્થ એ છે કે સારા કોલેસ્ટ્રોલનું વધુ પ્રમાણ પણ સ્વાસ્થ્ય માટે સારું નથી. સંશોધન સૂચવે છે કે HDL કોલેસ્ટ્રોલના અસાધારણ રીતે ઊંચા સ્તરો ધરાવતા લોકોમાં ડિમેન્શિયા થવાની શક્યતા વધુ હોય છે. 

વાંચવા જેવું: છાલ સહિત કરો આ 5 ફળનું સેવન: ડાયાબિટીસમાં થશે ડબલ ફાયદો, શુગર આવશે કંટ્રોલમાં

ડિમેન્શિયાનું જોખમ 
ડિમેન્શિયા એક એવી સમસ્યા છે જેના કારણે વ્યક્તિની યાદશક્તિ, વિચાર અને સામાજિક ક્ષમતાઓ નોંધપાત્ર રીતે ઘટવા લાગે છે. જો કે ડિમેન્શિયા એ ચોક્કસ રોગ નથી, ઘણી માનસિક બીમારીઓ ડિમેન્શિયાનું કારણ બની શકે છે. જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. HDL કોલેસ્ટ્રોલ હ્રદયનાં સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. પરતું શોધ મુજબ જાણવા મડયું કે વધુ પડતું HDL પણ મગજનાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું.  

હાઇ એચડીએલ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક 
વધુ એક સોધ મુજબ જાણવા મળ્યું કે એચડીએલ હોય કે એલડીએલ, બંનેનું વધુ પડતું પ્રમાણ શરીરનાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ