બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / safest fruit for diabetic fruits eat without peeling more health

Health / છાલ સહિત કરો આ 5 ફળનું સેવન: ડાયાબિટીસમાં થશે ડબલ ફાયદો, શુગર આવશે કંટ્રોલમાં

Manisha Jogi

Last Updated: 07:30 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક ક્રોનિક બિમારી છે, જે જડમૂળથી દૂર થતી નથી. ડાયાબિટીસના દર્દીઓને વધુ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. યોગ્ય ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે.

  • ડાયાબિટીસ એક ક્રોનિક બિમારી
  • ડાયાબિટીસના દર્દીઓને ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે
  • ડાયાબિટીસમાં આ ફળોનું છાલ સાથે કરો સેવન

ડાયાબિટીસ એક ક્રોનિક બિમારી છે, જે જડમૂળથી દૂર થતી નથી. શારીરિક એક્ટિવિટી અને પ્રોપર ડાયટથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને વધુ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. યોગ્ય ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડાયટમાં કેટલાક નાનામોટા ફેરફાર કરવાના રહે છે, જે હેલ્થ માટે લાભદાયી છે. હાઈ શુગર હોય તો ફ્રુટનું છાલ સાથે સેવન કરવું જોઈએ. 

ડાયાબિટીસમાં આ ફળોનું છાલ સાથે કરો સેવન
જામફળ-
ડાયાબિટીસના દર્દીઓએ જામફળનું સેવન કરવું જોઈએ. જામફળનું સેવન કરવાથી હાઈ બ્લડ શુગર ઓછું થઈ શકે છે. કેટલાક લોકો જામફળનું છાલ કાઢીને સેવન કરે છે. જામફળની છાલમાં પણ ફાઈબર તથા અન્ય પોષકતત્ત્વો રહેલા છે, જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. 

સફરજન- મોટાભાગના લોકો સફરજનની છાલ કાઢીને ખાતા હોય છે. લોકો કેમિકલ અને વેક્સના કારણે સફરજનની છાલ કાઢીને તેનું સેવન કરે છે. સફરજનની છાલ કાઢ્યા વગર જ તેનું સેવન કરવું જોઈએ. સફરજન ખાવાથી હાઈ બ્લડ શુગર લેવલમાં ઘટાડો થાય છે. 

પપૈયુ- ડાયાબિટીસના દર્દીઓ માટે પપૈયુ એક હેલ્ધી ફ્રૂટ છે. પપૈયું ખાવાથી બ્લડ શુગરમાં ઘટાડો થાય છે. મોટાભાગના પપૈયાની છાલ કાઢીને તેનું સેવન કરે છે. ડાયાબિટીસના દર્દીઓ છાલ સાથે પપૈયાનું સેવન કરે તો તેનાથી ઘણો લાભ થાય છે.

દ્રાક્ષ- અનેક લોકો મોટી દ્રાક્ષ હોય તો તેની છાલ કાઢીને તેનું સેવન કરતા હોય છે. આ પ્રકારે કરવાથી દ્રાક્ષમાં રહેલ પોષકતત્ત્વો પ્રાપ્ત થઈ શકતા નથી. ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

કેળા- કેળાનું છાલ કાઢીને સેવન કરવામાં આવે છે. કેળા છાલ સાથે ખાવામાં આવે તો હાઈ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. કેળા છાલ સહિત ખાવાથી અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ