બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An incident that put humanity to shame in Ankleshwar

ધ્રૂજાવી દેનારી ઘટના / અંકલેશ્વરમાં માતાના નિધન બાદ કોઇ મદદે ન આવતા મુકબધીર યુવક મૃતદેહને લાકડાની ટ્રોલીમાં સ્મશાન લઇ ગયો, કરી અંતિમવિધી

Kiran

Last Updated: 09:39 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકલેશ્વરમાં માનવતાને શર્મશાર કરનારી એક ઘટના સામે આવી છે જ્યાં માતાના મૃતહેદને અંતિમવિધિ માટે મુકબધિર યુવક લાકડાની ટ્રોલીમાં લઈ જવા મજબૂર બન્યો છે.

  • અંકલેશ્વરમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી
  • મુકબધિર યુવકની માતાનું નિધન થતા કોઈ ન આવ્યુ મદદે
  • લાકડાની ટ્રોલી પર મૂકીને મૃતદેહને સ્મશાન પહોચાડ્યો

આજના વર્તમાન સમયમાં મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહેતા હોય છે પરતું આસપાસ અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે માનવતાને શર્મશાર કરી મુકે છે. અંકલેશ્વરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં માતાના નિધન બાદ મુકબધીર યુવકની મદદ કોઈ ન આવતા, યુવક માતાની મૃતદેહને ટ્રોલીમાં અંતિમ વિધિ માટે લઈ જતો નજરે પડી રહ્યો છે. 



 

લાકડાની ટ્રોલી પર મૂકીને મૃતદેહને સ્મશાન પહોચાડ્યો

ભરુચ અંકલેશ્વર માર્ગ પર એક મુકબધિર યુવકનો વીડિયો સામે આવ્યો છે જેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે, માનવતાને શર્મશાર કરનાર આ દ્રશ્યો જોઈએ કોઈ પણ સંવિદનશીલ માણસની સંવેદના જાણ જાય પરતું અહીં કોઈ પણ વ્યક્તિ યુવકની મદદ માટે સામે આવતું નથી. મુકબિધર યુવકની માતાનું નિધન થતા યુવક લાકડાની ટ્રોલીમાં માતાના મૃતદેહને મુકીને અંતિમ વિધિ માટે લઈ જઈ રહ્યો છે. માતાનું કુદરતી રીતે મોત નિપજ્યું હોવા છતા પણ કોઈ તેની મદદ માટે આવતું નથી. જો કે ઘટના વાયુવેગે પ્રસરી જતા પાછળથી સામાજિક કાર્યકરો યુવકની માતાના અંતિમ સંસ્કાર કરાવવા પહોંચ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ