બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / An important decision of the central government to double the income of farmers, 5 lakh rupees will be deposited in the account!

પીએમ કિસાન યોજના / ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, એકાઉન્ટમાં જમા થશે રૂપિયા 5 લાખ!

Priyakant

Last Updated: 11:14 AM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી, ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો

  • ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવા નિર્ણય કર્યો  
  • ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી  
  • ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર સહિત રાજ્ય સરકાર પણ દેશભરમાં ખેડૂતોની આવક વધારવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે ઘણી નવી તકનીકો પણ રજૂ કરવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજના ઉપરાંત સરકાર દ્વારા આવી જ બીજી એક વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. 

સરકાર દ્વારા એક વિશેષ સુવિધામાં ખેડૂતોને સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદ મળશે. હવે ડ્રોન દ્વારા ખેડૂતોને આવક વધારવા અને ખેતીને ઝડપી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. ડ્રોન ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની ખરીદી પર સબસિડી આપવામાં આવી રહી છે. 

મહત્વનું છે કે, સરકાર ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકા સબસિડીના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપી રહી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ડ્રોન પર સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, ડ્રોન વડે ખેતી કરવામાં ખેડૂતોનો ખર્ચ ઓછો થાય છે. આ સાથે ઉભા પાકને ફળદ્રુપ કરવું અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો ખૂબ જ સરળ બને છે. તેનાથી ખેડૂતોનો સમય પણ બચે છે. તેમજ પાકને કોઈપણ પ્રકારે નુકસાન થતું નથી.

કયા ખેડૂતોને કેટલી સબસીડી મળે છે ?

નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતોને ડ્રોનની કિંમતના 50 ટકાના દરે મહત્તમ રૂ. 5 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સાથે અન્ય ખેડૂતોને ડ્રોન ખરીદવા પર 40 ટકા અથવા વધુમાં વધુ 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ