ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amul may Hike Milk Prices By Rs 2 Per Litre

આણંદ / ગૃહિણી ખર્ચ કરવા તૈયાર થઈ જાવ! અમુલ દૂધના ભાવમાં રૂ 2નો તોળાઈ રહેલો ભાવ વધારો

Published By: Kashyap

Last Updated: 07:21 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા પાછળ એવું કારણ આપ્યું છે કે, પશુદાણના ભાવમાં 140 રૂપિયાનો વધારો થતા દૂધના ભાવો વધારવામાં આવ્યા છે. સુમુલ અને અમૂલ હવે સાથે જ સંકળાયેલી ડેરીઓ છે. જેના કારણે નજીકના સમયમાં અમુલ દૂધના ભાવો વધવાની શક્યતા છે. તેથી લોકોએ હવે અમુલ દૂધના ભાવ વધારા માટે તૈયારી રાખવી પડશે.

ADVERTISEMENT

મે મહિનામાં અમુલે દૂધમાં પ્રતિલિટર ભાવ વધારો જાહેર કર્યો હતો. તે સમયે અમૂલની સાથો સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી મનાતી સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા છે. હવે સુમુલ ડેરીએ પ્રતિ લીટર દૂધનો ભાવ 2 રૂપિયા વધારતા અમુલ પણ ભાવ વધારો જાહેર કરશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે

ઘાસચારાની અછત અને પશુ દાણમાં ભાવ વધારો થવાના કારણે દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવનમાં વધારો જાહેર કરવાથી પશુપાલકોને થોડી રાહત મળશે. પરંતુ દરરોજ દૂધ ખરીદતા ગ્રાહકોને નુકશાન થશે  સુમુલ ડેરીએ ડેરીને સંલગ્ન સહકારી મંડળીઓને જાણ કરી છે કે આવતીકાલથી ડેરી ભેસના દૂધમાં પ્રતિકિલો 5.00 રૂપિયાનો વધારો જાહેર કરે છે જ્યારે ગાયના દૂધમાં પ્રતિ કિલો 10 રૂપિયા સુધીનો વધારો જાહેર કરે છે. ડેરીએ નવા ભાવ વધારાનું પત્રક પણ મંડળીઓનો મોકલી આપ્યું છે.

આ અંગે અમુલના  એમ ડી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે સુમુલ ડેરીએ દૂધમાં ભાવ વધારો કર્યો છે એ બાબત મારી જાણમાં છે અમુલ પણ ભાવ વધારો જાહેર કરશે કે કેમ એ બાબતે તેમને હમણાં ભાવ વધારા બાબતે નિર્ણય નથી લેવાયો એમ જણાવ્યું હતું

સામાન્ય રીતે એક ડેરીનો ભાવ વધારો જાહેર થાય તેના ટૂંકા ગાળામાં અમુલ સંલગ્ન અન્ય ડેરી ના ભાવમાં પણ વધારો થાય છે તે મુજબ હવે અમુલ શક્તિ રૂ 52 અમુલ ગોલ્ડ રૂ 54 અને અમુલ તાજા રૂ 42 માં મળવાની શક્યતા છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Gujarati News Video Milk amul dairy આણંદ દૂધ ભાવ સુમુલ ડેરી Anand

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ