ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Amidst the tensions of 'Thandav', Kangana jumped up and tweeted and asked Ali Abbas Zafar- Is this the courage to work?

વિવાદ / 'તાંડવ'ની તનાતની વચ્ચે કંગનાએ ઝંપલાવ્યું, ટ્વિટ કરીને અલી અબ્બાસ ઝફરને પૂછ્યું- આ કામ કરવાની હિમ્મત છે?

Published By: Nirav

Last Updated: 12:07 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં

ADVERTISEMENT

  • તાંડવના વિવાદમાં હવે કંગના કૂદી 
  • ટ્વિટ કરીને તાંડવના ડિરેક્ટર પર કર્યા પ્રહાર 
  • પૂછ્યું,અલ્લાહનું મજાક કરવાની હિંમત છે તમારામાં ?

અમેઝોન પ્રાઈમ પર હાલમાં રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવને લઈને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે, આની વચ્ચે સોમવારે તાંડવને લઈને દેશના ઘણા ભાગોમાં ના માત્ર વિરોધ પ્રદર્શન થયા પરંતુ સરકાર પણ કાર્યવાહી કરવા માટે કડક બની છે. આ વિવાદ પછી આજે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં એક બેઠક થઇ હતી, જેમાં તાંડવના મેકર્સને આ મામલે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે સોમવારે જ આ સિરીઝના મેકર્સ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લોકોની માફી માંગવામાં આવી હતી.મહત્વનું છે કે આ સિરીઝમાં હિન્દૂ ધર્મના લોકોની ધાર્મિક શ્રધ્ધાને ઠેસ પહોંચાડવાની વાતને લઈને વિવાદ વધ્યો છે. 

ભાજપ નેતા કપિલ મિશ્રાએ પણ કર્યા પ્રહાર 

આ બધાની વચ્ચે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને તાંડવને હટાવવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે અલી અબ્બાસ ઝફરજી ક્યારેક પોતાના ધર્મ ઉપર પણ મૂવી બનાવીને માફી માંગી જુઓ, આ બધી અભિવ્યક્તિની આઝાડી માત્ર અમારા ધર્મ સાથે જ શા માટે છે ? ક્યારેક તમારા એક માત્ર ભગવાનની મજાક કરીને પણ શરમ અનુભવી જુઓ. તમારા ગુનાઓનો હિસાબ ભારતના કાયદા કરશે, તાંડવને હટાવવું જ પડશે, ઝેરીલું કન્ટેન્ટ પાછું ખેંચો.

આ જ દરમિયાન કપિલ મિશ્રાના ટ્વીટને જ ટેગ કરીને બોલીવડ અભિનેત્રી કંગના રનૌતે લખ્યું હતું કે માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં?

તાંડવને લઈને ઘેરાયો કછે વિવાદ 

મહત્વનું છે કે અલી અબ્બાસ ઝફર નિર્દેશિત અને સૈફ અલી ખાન, મોહમ્મ્દ ઝીશાન અય્યુબ જેવા કલાકારો ધરાવતીઆ વેબસીરીઝ હાલમાં અમેઝોન પ્રાઈમ પર થોડા દિવસો પૂર્વે જ રિલીઝ થઇ છે અને રાજનીતિ પર આધારિત છે, જો કે હિન્દૂ દેવી દેવતાઓ પરની કથિત ટિપ્પણીઓને લઈને આ સીરીઝ હાલમાં ઘણી વિવાદમાં છે અને તેને લઈને ઘણા વિરોધ પ્રદર્શનો પણ થઇ રહ્યા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

amazon prime video kangna ranaut kapil mishra ott tandav કંગના રનૌત તાંડવ Controversial

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ