બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / America came back to Ahmedabad, gave $ 600 to exchange and that's it

અમદાવાદ / અમેરિકા ફરીને અમદાવાદ આવ્યા, 600 ડોલર એક્સચેન્જ કરવા આપ્યા અને થયું આવું

Intern

Last Updated: 04:40 PM, 6 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાલયા મોલ સામે આવેલ ઉમિયા ફોરેક્સ નામથી જુદા જુદા દેશની કરન્સી એક્સચેન્જનું કામકાજ કરતો યુવક સાયન્સ સિટીના રહીશના અમેરિકન કરન્સી લઈ ઇન્ડિયન કરન્સી આપવાના બહાને ડોલર લઈ ફરાર થઇ ગયો છે.

  • ઉમિયા ફોરેકસે કરી છેતરપીંડી
  • 43000 રૂપિયાની છેતરપીંડી થઈ
  • પોલીસે હાલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

વિપુલ પટેલ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ

સાયન્સ સિટીમાં આવેલ હેરિટેજ બંગલામાં રહેતા અનંતભાઈ પટેલે વિપુલ પટેલ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અનંતભાઈના સાળા વિષ્ણુભાઈ રૂસાત પરિવાર સાથે અમેરિકા રહે છે. અનંતભાઈ અને તેમનાં પત્ની ભાનુબહેન વિ‌ઝટર વિઝા પર છ મહિના માટે અમેરિકા ફરવા માટે ગયાં હતાં. ત્યારબાદ અમેરિકાથી પરત ઘરે આવ્યાં હતાં

અમેરિકન કરન્સીના ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરવાના હતા

અનંતભાઈ પાસે અમેરિકન કરન્સી ૬૦૦ ડોલર, જે ઇન્ડિયન કરન્સી મુજબ ૪૩ હજાર થતા હતા, જે અનંતભાઈને અમેરિકન કરન્સીમાંથી ઇન્ડિયન કરન્સી કરાવવાના હોવાથી તેમના ગામના અને ન્યૂ રાણીપમાં રહેતા વિપુલ પટેલ, જે ઉમિયા ફોરેક્સ નામની ઓફિસ દ્વારા જુદા જુદા દેશની કરન્સી એક્સચેન્જ કરવાનું કામ કરતા હોવાથી અનંતભાઈએ તેમને ડોલર ચેન્જ કરવા માટે ઓફિસે જઈ અમેરિકન કરન્સી આપી હતી અને વિપુલે તેમને એક ચેક આપ્યો હતો.

ચેક બાઉન્સ થયો હતો 

થોડા દિવસ બાદ અનંતભાઈએ વિપુલે આપેલ ચેક બેન્કમાં જમા કરાવતાં ચેક રિટર્ન થયો હતો. ત્યારબાદ અનંતભાઈએ વિપુલનો ફોન કરી સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવતાે હતો. તેમણે વિપુલના ઘરે તેમજ વતનમાં તપાસ કરી, પરંતુ ત્યાં પણ તે મળી ન આવતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિપુલ પટેલ વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ