બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / Ambalal Patel predicts rain in Navratri, Jaishankar's jaw-dropping reply to Canada on global stage, News Super Fast News

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ખેડૂતો માટે 2 તો વેપારીઓ માટે 1 ખુશખબર, વૈશ્વિક મંચ પર જયશંકરનો કેનેડાને જડબાતોડ જવાબ, પાકિસ્તાનનું પહેલી જ મેચમાં પાણી મપાયું

Dinesh

Last Updated: 03:10 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે જેથી નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે

નવરાત્રીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે,  નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ  દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.  ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ત્યાર બાદ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ માસનાં એન્ડ સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે.  પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે. અને ગરમી વધવાની શરૂઆત થશે. એટલે હવે ધીમી ધીમી ચોમાસુ વિદાય તરફ જશે.  પરંતું આમ છતાં અરબ સાગર તેમજ બંગાળ ઉપસાગરમાં સીસ્ટમ બની જશે. જેમાં ઓક્ટોમ્બર માસમાં ભારે સીસ્ટમ બનશે. અત્યારે હાલ પણ બંગાળ ઉપસાગરમાં તેમજ અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે. 

Ambalal weather forecast with big flurries

ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હજી પણ રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ છે. આ તરફ હજી આગામી મહિનામાં નવરાત્રી અને ભારત-પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.રાજ્યમાં ચોમાસા દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 104  ટકા વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના 13 તાલુકામાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ સાથે 33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ તો 38 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જ વરસાદ વરસ્યો છે. 

Water is water in Gujarat! 100 percent rainfall of the rainy season in the state

રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૩-ર૪માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી  ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી તા. ૧લી નવેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. ૨૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. ૨૨૦૩ પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. ૨૦૯૦ પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. ૩૨૨૫ પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ રહી છે. રાજ્યના ખેડૂતોને પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત અને સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Assistance scheme extended for purchase of solar power kits for solar fencing around farm

gandhinagar news : રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હતું. જે સહાય અંગે આજે જાહેરાત કરાઈ છે. જેમાં રેકડીવાળાઓને 5 હજારની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજારની તેમજ મોટી કેબિન ધારકોને 40 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.

ફરી એકવાર તહેવાર સમયે જ રાજ્યનો સૌહાર્દ બગાડવાનો હીન પ્રયાસ થયો. આ વખતે ષડયંત્રનું કેન્દ્ર હતું નર્મદાનું સેલંબા ગામ. બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા ઉપર પથ્થરમારો થયો, પથ્થરમારા બાદ આગચંપીની પણ ઘટના બની. હંમેશની જેમ સમય જતા પોલીસ મામલાને થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે, રાજ્યના ડીજીપી પણ સમગ્ર ઘટના ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આવા છમકલા કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે.વાત એકલા નર્મદાના સેલંબા ગામની નથી કારણ કે ગણેશ વિસર્જન દરમિયાન પણ ઘોઘંબા અને વડોદરાના મંજુસરમાં માથાકૂટ થઈ. આ પહેલા ખેડા, જૂનાગઢ અને રામનવમીએ વડોદરામાં થયેલી બબાલ  જાણીતી જ છે. મોટેભાગે એવું બનતું આવે છે કે હિંદુ ધર્મના તહેવાર હોય એવા સમયે જ રાજ્યમાં છમકલાની ઘટના વધી તો પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે. એવા કોણ અસામાજિક તત્વો છે જે તહેવાર ટાણે જ સૌહાર્દ બગાડે છે.  શાંતિ ડહોળવાના ષડયંત્ર કરતા લોકોને ષડયંત્રને અંજામ આપે એ પહેલા જ કેમ નથી પકડી લેવાતા.

 અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ઉપડતી  અને આવતી 200 ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા અમદાવાદ આવતી-જતી ટ્રેનોનાં સમયાં 1 ઓક્ટોમ્બરથી ફેરફાર કરવામાં આવી રહ્યો છે.  ત્યારે નવું સમય પત્રક 1 ઓક્ટોમ્બરથી લાગુ પડશે. અમદાવાદનાં કાલુપુર રેલ્વે જંક્શન અને સાબરમતીથી ઉપડતી ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો છે. ત્યારે મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનનાં સમયમાં કરાયેલ ફેરફારની નોંધ લેવી.

Read the list of early or late trains from 1st October

દેશના વિદેશમંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પાંચ દિવસના પ્રવાસ પર છે. વિદેશમંત્રી એસ જયશંકરનો આ પ્રવાસ ઘણી બાબતોને લઈને માનવામાં આવી રહ્યું છે. તેઓ ઘણા મંચ પરથી કેનેડાને આકરા શબ્દોમાં જવાબ આપી રહ્યા છે. તાજેતરમાં થયેલા  ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મર્ડર મામલે ભારતની ભૂમિકાના કેનેડા દ્વારા આરોપો લગાવાયા હતા. ત્યારે હાલ કેનેડાનો પર્દાફાશ કરવાની દિશામાં જહેમતશીલ છે. આવી સ્થિતિ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો.

'Canada toxic combination..' Jaishankar's jaw-dropping reply in New York

મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ)ને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરનાં લોકસભા અને 21 સપ્ટેમ્બરનાં રાજ્યસભામાં પાસ થયો હતો. કોઈ પણ બિલ સંસદનાં બંને ગૃહોમાંથી પાસ થયાં બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે છે. હવે દેશનાં રાષ્ટ્રપતિની સહી મળી જતાં આ બિલ કાયદો બની ગયો છે.

President Draupadi Murmu approved signed the Woman's reservation bill for the law

લો કમિશન  POCSO એક્ટ હેઠળ સંમતિથી સંબંધની ઉંમરમાં 18 છે જેને ઘટાડી 16 કરવાના પક્ષમા ન હોવાનું કહ્યું છે. વધુમાં કેન્દ્ર સરકારને સંમતિની હાલની ઉંમરમાં બદલાવ ન કરવાનું પણ મંતવ્ય રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે સંમતિથી ઉંમર ઓછી કરવાને લઈને બાળ વિવાહ અને તસ્કરી વિરુદ્ધની લડાઈ પર સીધી તરાપ લાગશે અને નકારાત્મક અસર પડી શકે છે. આમ કાયદા પંચે સરકારને POCSO એક્ટ હેઠળ જાતીય સંબંધો માટે સંમતિની હાલની ઉંમરમાં ફેરફાર ન કરવાની સલાહ આપી છે

The report commissioned by the Law Commission on the POCSO Act also stated the reason

PPF Interest Rate: નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24નાં ત્રીજા ક્વાર્ટર ઑક્ટોબરથી ડિસેમ્બર માટે સ્મોલ સેવિંગ યોજનાઓનાં વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે જ્યારે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ સહિત કિસાન વિકાસ પત્રનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી.નાણામંત્રાલયે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટેનાં વ્યાજદરોની ઘોષણા કરી છે. 5 વર્ષનાં રેકરિંગ ડિપોઝિટનાં વ્યાજદરોને 6.5%થી વધારીને 6.7% કરી દેવામાં આવ્યું છે. ટૂંકમાં વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યાં છે. જ્યારે પોસ્ટ ઓફિસની અલગ-અલગ સ્કીમોનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી.

October to December third quarter interest rates for small saving schemes have been increased by 20 basis points

વર્લ્ડ કપ 2023ની એક્શન આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. દસ ટીમોની ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચો શુક્રવાર, 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને ટીમોએ ભારતીય પરિસ્થિતિઓ અને મેદાનમાં પોતાનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. 7 વર્ષ બાદ ભારત આવેલી પાકિસ્તાની ટીમની અહીં ખરાબ શરૂઆત થઈ હતી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હારી ગઈ હતી. આ સિવાય વિવાદોથી ઝઝૂમી રહેલી બાંગ્લાદેશની ટીમે પણ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.

PAK vs NZ: Babar Azam lost his first match in India, Pakistan lost badly to New Zealand

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ