બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Ambalal Patel made a big prediction about monsoon, External Affairs Minister gave an important talk about passport center.

સમાચાર સુપરફાસ્ટ / ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, વિદેશ મંત્રીએ પાસપોર્ટ કેન્દ્રને લઈને મહત્વની વાત કરી શેર

Vishal Khamar

Last Updated: 11:57 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાનમાં એકાએક પલ્ટો આવતા સાર્વત્રિક મેઘ મહેર થવા પામી છે. તો વડાપ્રધાન મોદી ઈજીપ્ત પ્રવાસે છે. તેમજ PMOના ડાયરેક્ટરની ઓળખ આપી છેંતરપીંડી કરનાર વધુ એક ઠગ ઝડપાયો

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે મધ્ય પ્રદેશમાં પુર આવી શકે છે. તેમજ નર્મદા નદીનાં વિસ્તારમાં વરસાદનાં કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધી શકે છે. તેમજ મુંબઈ મહારાષ્ટ્રનાં ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  ગતરોજ રાજ્યનાં 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલનાં જાંબુઘોડામાં 3.7 ઈંચ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં  ગોધરામાં 3.5 ઈંચ, વડોદરાનાં દેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઈંચ, ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઈંચ, સાવલી અને ઘોઘંબામાં 1.75 ઈંચ જ્યારે ધાનપુરામાં 1.5 ઈંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

 ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી અંતર્ગત ઘ રોડ પર અંડર પાસ એક સપ્તાહ માટે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  ત્યારે 1 જૂન પહેલા પૂર્ણ કરવાની રહેતી પ્રિ-મોન્સુનની કામગીરીનાં નામે અંડર પાસ સોમવારથ એક સપ્તાહ માટે બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે સફાઈ, કેચ ડ્રેઈન મરામત તથા પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ અંડર પાસ બંધ રહેશે. અંડર પાસની મનપાની કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક બોગસ PMO ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમાં વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની કમાન સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલ એક્શન મોડમાં આવી ગયા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુકસાનનો અંદાજ મેળવવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતાઓને અલગ અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.  આ તમામ નેતાઓ સરકારની જાહેરતા કેટલી મદદરૂપ છે તે ચકાસશે. આ ઉપરાંત આ તમામ નેતાએ સરકારની જાહેરાત મુજબ સહાય મળી છે કે નહીં તે ચકાસશે.

PM મોદી અમેરિકાની ઐતિહાસિક મુલાકાત પૂરી કર્યા બાદ શનિવારે ઇજિપ્તની બે દિવસની સત્તાવાર મુલાકાતે કૈરો પહોંચ્યા હતા. અહીં પણ વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ભારતીય વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર પણ મળ્યું હતું. આ પછી પીએમ મોદી એરપોર્ટથી હોટલ પહોંચ્યા હતા, જ્યાં લોકોએ મોદી-મોદી અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. અહીં ઇજિપ્તની યુવતી જેનાએ કૈરોમાં શોલે ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગાઈને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું.

 આજથી મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. દેશના હવામાન વિભાગે મુંબઈમાં ચોમાસું ૨૪મી સુધીમાં પહોંચે તેવી આગાહી કરી હતી.જે આજે સાચી પડશે. આજે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ કોંકણ બાદ આજે મહારાષ્ટ્રના   કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થઇ પણ ચૂક્યું  છે.

પાકિસ્તાન એક એવો દેશ છે જેને ક્યારેક પણ ભારતનું સારુ લાગતું નથી અને વારે-તહેવારે ભારતની ટીકા કરતા અચકાતો નથી. આ વખતે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ઝેર ઓક્યું છે અને ફરી વાર વિવાદીત નિવેદન આપીને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે. પાકિસ્તાને પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ કિંમતે આતંકવાદ માટે ન થવા દેવો જોઈએ તેવા બાયડન-મોદીના સંયુક્ત નિવેદન બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીની બુદ્ધિ છટકી છે. 

ટાઈટન સબમરિનના ડૂબવાથી દુનિયાના 5 અબજપતિઓના મોતની સાથે જ તેમના સફરનો દુખદ અંત થયો. આ દુર્ઘટનામાં જે પાંચ લોકોના મોત થયા તેમાં ઓશનગેટ કંપનીના માલિક સ્ટોકટન રશ પણ શામેલ હતા.  હવે આ ઘટનાને લઈને લાસ વેગસના રહેવાસી એક રોકાણકાર જય બ્લૂમે મોટો ખુલાસો કર્યો છે. સ્ટોકટન રશે લગભગ એક વર્ષ પહેલા જય બ્લૂમ અને તેમના દિકરા સીન બ્લૂમને દુર્ઘટનાનો શિકાર થયેલી સબમરિનમાં સફર કરવાની રજૂઆત કરી હતી અને તેના માટે ડિસ્કાઉન્ટ ટિકિટોની ઓફર પણ કરી હતી. 

પાસપોર્ટને લઈને કેન્દ્ર સરકાર એક મહત્વનું કામ કરી રહી છે, તેની જાણકારી આજે વિદેશ મંત્રી એસ જયશંકરે શેર કરી છે. પાસપોર્ટ સેવાના દિવસે જયશંકરે કહ્યું કે  ભારત ટૂંક સમયમાં પાસપોર્ટ સેવા કાર્યક્રમ (પીએસપી-વર્ઝન 2.0) ના બીજા તબક્કાની શરૂઆત કરશે, જેમાં નવા અને અપગ્રેડેડ ઈ-પાસપોર્ટ શામેલ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ