બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સુરત / Alpesh Kathiria again made a big statement about the talk of joining BJP

સ્પષ્ટતા / અલ્પેશ કથીરિયાએ ભાજપમાં જવાની વાતો અંગે ફરી આપ્યું મોટું નિવેદન, પાટીદારોને લઈને ગરમાયું રાજકારણ

Malay

Last Updated: 04:27 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાના ભાજપમાં જોડાવાની ચર્ચા અંગે કોંગ્રેસના MLA લલિત વસોયાએ જણાવ્યું કે, દરેક પાર્ટીએ અલ્પેશ કથીરિયાને જોડાવવાનું આમંત્રણ આપ્યુ છે. તો આ વચ્ચે અલ્પેશ કથીરિયાએ પણ ભાજપમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે.

  • PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાની ભાજપમાં જોડાવાની ચર્ચા
  • ભાજપના જોડાવાની ચર્ચા વચ્ચે અલ્પેશ કથીરિયાનો દાવો
  • મને ભાજપ, કોંગ્રેસ અને AAPમાંથી ઓફર આવી: અલ્પેશ

વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતાના પગલે અલ્પેશ કથીરિયાએ ફરી મોટું નિવેદનન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'હાલ ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં જોડાઈશ નહીં.'

બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેઃ અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી  માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું કાર્યવાહી કરી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન નજર રાખી રહ્યા છે. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમે જાહેર કરીશું. આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, તેમને ભાજપ,કોંગ્રેસ અને AAPમાંથી ઓફર આવી છે.

દરેક પાર્ટીએ અલ્પેશ કથીરિયાને જોડાવવાનું આપ્યું છે આમંત્રણઃ વસોયા
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ અલ્પેશ કથીરિયાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, મને પણ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થયા બાદ મેં અલ્પેશ સાથે ટેલિફોન પર વાત કરી હતી. દરેક પાર્ટીએ અલ્પેશ કથીરિયાને જોડાવવાનું આમંત્રણ આપ્યુ છે. હજુ સુધી અલ્પેશ કથીરિયાએ કંઈ પાર્ટીમાં જોડાવું એ અંગે કોઈ નિર્ણય નથી કર્યો. 

સમાજના હિતને ધ્યાનમાં રાખીને લેશે નિર્ણયઃ કોંગ્રેસ ધારાસભ્ય
તેમણે જણાવ્યું કે, અલ્પેશ કથીરિયાનું વ્યક્તિત્વ એવું છે કે તેઓ સમાજના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે. અલ્પેશ પોતાના હિતને બાજુ પર રાખીને સમાજને સાથે રાખીને ચાલશે. અલ્પેશ કથીરિયાએ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું છે કે જો ભાજપ સરકાર બે માંગ સંતોષશે તો તેઓ ભાજપમાં જોડાવાનો વિચાર કરશે.

ભાજપમાં જોડાવાના મેસેજ મામલે અલ્પેશ કથીરિયાએ કરી હતી સ્પષ્ટતા
અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ બાદ વધુ એક પાટીદાર નેતા ભાજપમાં આવે છે તેવાં મેસેજ વાયરલ થવા મામલે અલ્પેશ કથીરિયાએ ગતરોજ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'મારૂં ભાજપમાં જોડાવું તે માત્ર અફવા છે. ભાજપમાં જોડાવા અંગે PASSએ કોઇ નિર્ણય નથી લીધો. શહીદ પરિવારને નોકરી આપવી અમારી માંગ છે. કેસો પરત ખેંચાયા બાદ જે નિર્ણય લેવો હશે તે લઇશું. અત્યારે અમે કોઈ રાજકીય નિર્ણય લીધો નથી. શહીદ થયેલાના પરિવારજનોને નોકરી મળે અને પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવે એમ આ બંને મુદ્દાનો જો ઉકેલ આવે તો રાજકારણમાં જવા અંગે વિચારીશું. સતા, પક્ષ કે વિપક્ષ જે પણ આ બંને મુદ્દાનો હલ લાવશે તેમની સાથે જવા અંગે અમે વિચારીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ