બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Alleged conversion of 40 families in Gandhinagar church, official says - only training given here

વિરોધ / ગાંધીનગરના ચર્ચમાં 40 પરિવારોનું ધર્મપરિવર્તન થતુ હોવાનો આક્ષેપ, હોદ્દેદારે કહ્યું- અહીં માત્ર તાલીમ અપાઈ

Mehul

Last Updated: 05:27 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ ભરૂચ  નજીક ઉછળેલા ધર્મ પરિવર્તનના મામલાને વેગ આપતો વધુ એક બનાવ. ગાંધીનગર સેકટર 23ના ચર્ચ પર ગંભીર આક્ષેપ કરવામાં આવતા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ

  • ગાંધીનગર ચર્ચમાં ધર્મ પરિવર્તનની ચર્ચા 
  • 40 પરિવારોનું ધર્મ પરિવર્તન -હિંદુ સંગઠન
  • ચર્ચનાં હોદ્દેદાર કહેછે, 'અહીં એવું કઈ નથી થતું'  

મધ્ય ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારોથી માંડીને તાજેતરમાં જ ભરૂચ  નજીક ઉછળેલા ધર્મ પરિવર્તનના મામલાને વેગ આપતો વધુ એક બનાવ ગાંધીનગરમાં ચર્ચામાં આવ્યો છે.
ગાંધીનગર સેકટર 23ના ચર્ચ પર ગંભીર આક્ષેપ કરવામાં આવતા ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, મહારાષ્ટ્રના નદુરબાર બોર્ડરના પરિવારોનું ધર્મપરિવર્તન કરાવાયુ છે. હિંદુ સંગઠનોએ આરોપ મુકતા કહ્યું કે, 40 પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવાયું છે. આ ચર્ચા બાદ ગાંધીનગરના સેકટર 23 ચર્ચ ખાતે પોલીસ અને હિન્દુ સંગઠનો એકઠા થયા હતા . ધર્મ પરિવર્તનના આક્ષેપને લઇને ચર્ચના હોદ્દેદારનું નિવેદન પણ સામે આવતા આ આરોપને ફગાવી દીધા છે. વધુમાં કહ્યું કે, 'અહીં ધર્મ પરિવર્તન કરવામાં નથી આવતું' અને 'અહીં આવતા લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલ છે. મહારાષ્ટ્રના નંદુરબારથી આવેલા પરિવારોને માત્ર તાલીમાર્થે લાવવામાં આવ્યા હતા 

 

આ પહેલા ભરૂચ આમોદમાં થયો વિવાદ 

ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનનો વીડિયો વાયરલ થયો છે.હાજી અબ્દુલ્લા ફેફડાવાલાનો વીડિયો સામે આવ્યો છે.2 વર્ષ અગાઉ કાંકરિયા ગામે મળેલી મીટિંગનો વીડિયો વાયરલ થયો છે.મીટિંગમાં અબ્દુલ્લા લાલચ આપતો જોવા મળી રહ્યો છે.લોકોને ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવતો વીડિયો સામે આવ્યો છે.લંડનમાં ફંડ એકત્ર કરવા માટે આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન છે.ધર્મ પરિવર્તન કરેલા 37 પરિવારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.7 મિનિટનો વાયરલ વીડિયો સામે આવતા મામલો ચર્ચાયો છે.

પોલીસે શું કરી કાર્યવાહી?

ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્મ પરિવર્તનના મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. અબ્દુલ અઝીઝ પટેલ, યુસુફ જિવણ પટેલ, ઐયુબ બરકત પટેલ અને ઈબ્રાહીમ પુના પટેલની ધરપકડ કરવામાં આવી છે...આમોદ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ નોંધાતા આમોદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે...કાંકરીયા ગામાના 37 પરિવારના 100 લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ