બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Allegation of death of old man due to police beating in Rajkot

ઘટના / રાજકોટમાં પોલીસ કસ્ટડીમાં વૃદ્ધનું મોત થતા પરિવારનો હોબાળો, પોલીસ પર માર મારવાનો આરોપ

Dinesh

Last Updated: 09:38 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના સરધારમાં ચોરીના ગુનામાં પોલીસે પુછપરછ માટે બોલાવેલા એક વૃદ્ધ વ્યક્તિનું શંકાસ્પદ મોત થતા પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે.

  • પોલીસ મારથી વૃદ્ધનું મોતનો આક્ષેપ
  • ચોરીના ગુનામાં પોલીસે પુછપરછ કરી રહી હતી
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પોલીસ વિભાગ પર સવાલ ઉભા થયા છે. સરધારમાં ચોરીના ગુનામાં પોલીસે પુછપરછ માટે બોલાવેલા એક વૃદ્ધ વ્યક્તિનું શંકાસ્પદ મોત થતા પરિવારે પોલીસ પર માર મારવાનો આરોપ લગાવ્યો છે. 

પરિવારનો પોલીસ પર આક્ષેપ
ગત ૩ તારીખના રોજ રાજકોટ પોલીસે ચોરીના ગુનામાં આરોપી મૃતક ઠાકરશી સોલંકી, તેના દિકરા અને જમાઇની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસે ઢોર માર માર્યાો હતો એવા આરોપ પરિવારજનો હાલ લગાવી રહ્યા છે. ચોરીના ગુનામાં અટકાયત કર્યા બદા મૃતક ઠાકરસી સોલંકીને ત્યાં સુધી મારવામાં આવ્યું જ્યાં સુધી તેઓ બેભાન ન થઈ ગયા. બાદમાં મૃતકને તાત્કાલિક બેભાન અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા ડોક્ટોરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ તમામ પ્રકારના આરોપ પરિવારજનો પોલીસ પર લગાવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ પણ પોતાનો સ્વબચાવ કરતી નજરે પડી રહી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કાર્યવાહી
સમગ્ર મામલે હોબાળો થતા રાજકોટ ACP વિશાલ રબારીએ નિવેદન આપી મામલાને શાંત કરાવવાની કોશિશ કરી છે. ત્યારે હાલ પરિવારના આરોપ બાદ મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ