બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / all-sanskrit-syllabus-available-online-gujarat-teachers-made-app

સેવા / ગુજરાતી શિક્ષકોનો સંસ્કૃત પ્રેમ, વિદ્યાર્થીઓને આપી એવી ભેટ કે બનશે દેવભાષાના વિદ્વાન

Nirav

Last Updated: 09:13 PM, 2 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઇન શિક્ષણના યુગમાં, હવે બધી ભાષાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. મુશ્કેલ જણાતી એવી સંસ્કૃત ભાષા પણ હવે ઓનલાઈન શીખી શકાય છે.

  • ગુજરાતમાં શિક્ષકોનો સરાહનીય પ્રયાસ 
  • સંસ્કૃત ઓનલાઈન શીખી શકાય તે માટે બનાવી એપ 
  • એપની પહેલા બનાવી હતી યુટ્યુબ ચેનલ

ગુજરાતના જુદા જુદા પ્રદેશોના ચાર શિક્ષકોએ સાથે મળીને પ્રાચીન ભાષા સંસ્કૃતનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું મિશન શરૂ કર્યું છે. ચારેય શિક્ષકોએ એક સાથે મોબાઇલ એપ્લિકેશનમાં સંસ્કૃત પાઠ્યક્રમની તમામ અભ્યાસ સામગ્રી છઠ્ઠા ધોરણથી દસમા ધોરણ સુધી અપલોડ કરી છે. ઘણા લોકો આ મુશ્કેલ કાર્યને પૂર્ણ કરવા માટે સંસ્કૃત શિક્ષકોએ કરેલી મહેનત અને પરિશ્રમની પ્રશંસા કરી રહ્યા છે.

સંસ્કૃત ઘણી ભાષાઓનો મૂલાધાર ગણાય છે

આધુનિક ભારતની ઘણી બધી ભાષાઓનો આધાર સંસ્કૃત ભાષા ગણાય છે. ભારતમાં સંસ્કૃત ભાષા ખૂબ મહત્વની છે. વેદ અથવા ધાર્મિક પુરાણો વિશે જો વાત કરીએ તો બધા મૂળ ગ્રંથો મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આમ હોવા છતાં, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં સંસ્કૃતની અવગણના કરે છે. આનું મુખ્ય કારણ સંસ્કૃતમાં શ્લોકનું ઉચ્ચારણ અને વ્યાકરણ છે. જો કે, આ ભાષાને સરળ અને સુલભ બનાવવા માટે, શિક્ષકો પણ ઘણા પ્રયત્નો કરે છે.

આ રીતે સંસ્કૃત મિશનની શરૂઆત થઈ

નીરવ જૈન અમરેલી જિલ્લા રાજુલાની એક સરકારી શાળામાં સંસ્કૃત શિક્ષક છે. તેમણે સંસ્કૃત થીમ માટે યુ ટ્યુબ પર એક ચેનલ શરૂ કરી હતી. નીરવે કહ્યું કે અન્ય ભાષાઓની જેમ તેમણે પણ સંસ્કૃતને નવીનતા સાથે જોડવા માટે આ શરૂઆત કરી. ચેનલ ચાલ્યા પછી, નીરવને યુટ્યુબ પરથી મળેલા પૈસાથી મોબાઇલ એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું.

આ શિક્ષકે જણાવ્યું હતું કે આ એપ્લિકેશનમાં પુસ્તકના બધા પ્રકરણો અને એનિમેટેડ વિડિઓઝ પણ છે. જેમાં શ્લોક સાચા ઉચ્ચારણ સાથે બોલાય છે. આ શિક્ષણ મિશનમાં વધુ ત્રણ સંસ્કૃત શિક્ષકોએ પણ નીરવની મદદ કરી. જેમાં અમદાવાદની દીપિકા રાઠોડ, રાજકોટના અભિષેક દવે અને જામનગરના વિરાજ જોશી સામેલ હતા.

નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે આ એપ 

જૈને કહ્યું કે આ એપ નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આની મદદથી દરેકને સંસ્કૃતની અભ્યાસ સામગ્રી ઓનલાઇન મળી શકે છે. મિશન સાથે સંકળાયેલા ચાર શિક્ષકોનું માનવું છે કે જો આપણે સંસ્કૃતને નવીન રીતે શીખવશું તો તે મોટી સંખ્યામાં બાળકોને આકર્ષિત કરશે. બાદમાં, તેઓ બધી સંસ્કૃત ભાષાઓમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખશે.

સંકળાયેલા મુદ્દાઓ

Education Sanskrit Language gujarat સંસ્કૃત service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ