બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'All reports are confidential, investigation is being carried out in depth', development aid statement regarding Rajkot police commissioner

તપાસ ચાલુ / 'તમામ રિપોર્ટ ગુપ્ત, ખૂબ ઉંડાણપૂર્વક થઇ રહી છે તપાસ', રાજકોટ પોલીસ કમિશનરકાંડને લઇને વિકાસ સહાયનું નિવેદન

Mehul

Last Updated: 05:33 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ પોલીસ કમિ.કેસમા રિપોર્ટ ગુપ્ત છે. અને ઉંડાણપૂર્વક તપાસ થઇ છે. તમામ જરૂરી સાહેદોના નિવેદન લેવાયા છે.બંને પક્ષ તરફથી નિવેદનો અને પુરાવા આપ્યા છે. કહ્યું વિકાસ સહાયે.

  • રાજકોટ પોલીસ કમિ.સામેની તપાસનો રીપોર્ટ સોંપાયો 
  • તમામ જરૂરી સાહેદોના નિવેદન લેવાયા; વિકાસ સહાય 
  • બંને પક્ષનાં  નિવેદનો - પુરાવા તપાસમાં આવરી લેવાયા 


રાજકોટના બહુ ચર્ચિત  પોલીસ કમિશન(ર) કાંડનાં તપાસ કરતા અધિકારી વિકાસ સહાયએ એક  નિવેદનમાં કહ્યું કે,તમામ રિપોર્ટ ગુપ્ત છે. રાજ્કોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે મોટા તોડ કર્યા હોવાના આક્ષેપો થયા બાદ તે કેસની તપાસ વિકાસ સહાયને સોંપાઈ હતી. તપાસ સોંપાયા બાદ તુરત જ વિકાસ સહાય કોરોના સંક્રમિત થયા હતા. શ્રી સહાયે કહ્યું કે,તમામ રિપોર્ટ ગુપ્ત છે. અને   ખૂબ ઉંડાણપૂર્વક તપાસ થઇ છે. તમામ જરૂરી સાહેદોના નિવેદન લેવાયા છે.બંને પક્ષ તરફથી નિવેદનો અને પુરાવા આપ્યા છે તે તપાસમાં આવરી લેવાયા છે. નિવેદનો અને પુરાવાને લઇને તૈયાર કરેલો રિપોર્ટ DGને સુપરત કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાંચ સામે રૂપિયા 75 લાખની રકમનો તોડ કરવા અને જમીન પડાવવા ધાક ધમકી સહિતની ફરિયાદો ઉઠવા પામી હતી. સ્થાનિક ધારાસભ્ય ગોવિદ પટેલ અને રાજ્ય સભા સાંસદ રામ ભાઈ મોકરિયા એ આ મુદ્દો બહોળા પ્રમાણમાં ઉઠાવતા કેટલાક વેપારીઓ પણ સામે આવ્યા હતા અને પોલીસની જો હૂકમી અને માનસિક આર્થિક પ્રતાડના અંગે પણ ખુલીને બોલ્યા હતા. ત્યાર બાદ આ કેસને વધુ હવા મળતા, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગની ભારે કીર કિરી થઇ હતી. આ ઘટનાની તપાસ વિકાસ સહાયને સોંપાઈ હતી અને ત્યાર બાદ તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી હતી. મનોજ અગ્રવાલને જુનાગઢ પોલીસ તાલીમમાં મુકાયા છે. હવે, આ કેસ અંગે સહાયે ઉમેર્યું કે, તૈયાર કરેલો રિપોર્ટ DGને સુપરત કરાયો છે.

PSI પરીક્ષા અંગે જરૂરી માહિતી 

આવતીકાલે PSI ભરતી માટે પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. PSI ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયની પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક માહિતીઓ આપી હતી. કુલ 312 સેન્ટર પર પરીક્ષા યોજાશે. તો 92,500 જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. દરેક વર્ગખંડમાં CCTV કેમેરાથી મોનિટરિંગ થશે. પરીક્ષાની તમામ  પ્રક્રિયાની વીડિયો ગ્રાફી કરવામાં આવશે. ઉપરાંત પરીક્ષા આસપાસના કેન્દ્રમાં ઝામર લગાવવામાં આવશે. પરીક્ષા આસપાસના કેન્દ્રમાં ઝામર લગાવવામાં આવશે. સાથોસાથ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે
અગાઉ જે રીતે  PSIની ભરતીમાં પેપર લીક થયું હતું. આવી કોઈ  ઘટના ન બને તેની તકેદારી રખાઇ છે. કોઇ પણ છેતરપિંડીના કિસ્સાઓ ન બને તેનું પણ ધ્યાન પણ રાખવામાં આવશે 
અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે

અગાઉના પેપર લીક મુદ્દે બનાસકાંઠાના પાલનપુરમાં 4 લોકો સામે ગુના દાખલ કરાયા છે અને આ મુદ્દે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે. કોઇ પણ ઉમેદવાર કોઇની લાલચમાં ન આવેતેવી પણ વિકાસ સહાયે અપીલ કરી હતી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ