બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Aliens to be sent nude photos of men and women, scientists begin stunning experiment

અનંત બ્રહ્માંડ / અગોચર ખોજ ! એલિયન્સને પુરુષ-સ્ત્રીની નગ્ન તસવીર મોકલાશે, વૈજ્ઞાનિકોએ શરુ કર્યો અદ્દભૂત પ્રયોગ

Hiralal

Last Updated: 08:35 PM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આકાશગંગામાં દૂરદરાજ રહેતા એલિયન્સ સાથે સંપર્ક સાધવા માટે વૈજ્ઞાનિકોએ હવે એક નવા પ્રયોગની તૈયારી કરી રહ્યાં છે.

  • એલિયન્સને આકર્ષિત કરવા વૈજ્ઞાનિકોનો નવો પ્રયોગ
  • પુરુષો અને સ્ત્રીઓની નગ્ન તસવીરો મોકલશે
  • એલિયન્સ સાથે સંપર્ક સાધવા વૈજ્ઞાનિકો નવેસરથી કામ શરુ કર્યું 

અનંત બ્રહ્માંડના કોઈ અગોચર ખૂણે રહેતા હોવાનું મનાતા એલિયન્સ હમેંશને માટે કુતૂહલનો વિષય રહ્યાં છે. વૈજ્ઞાનિકો અને લોકોને એલિયન્સ વિશે જાણવામાં ખૂબ રસ છે. આકાશગંગામાં ક્યાંય રહેતા એલિયન્સ સાથે સંપર્ક સાધવા અને તેમને પૃથ્વી તરફ આકર્ષિત કરવા માટે અમેરિકી અવકાશ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ એક મોટું કામ ઉપાડ્યું છે. 

નાસાના વૈજ્ઞાનિકોએ બે નગ્ન લોકોનું એક કાર્ટૂન બનાવ્યું

નાસાના વૈજ્ઞાનિકોએ બે નગ્ન લોકોનું એક કાર્ટૂન બનાવ્યું છે.આ નગ્ન કાર્ટૂનને અવકાશમાં ખૂબ લાંબે અંતરે મોકલવામાં આવશે અને આ રીતે એલિયન્સને પૃથ્વી તરફ આકર્ષિત કરવામાં આવશે.એલિયન્સ સાથે સંપર્ક સાધવામાં આ કાર્ટૂન કામ લાગી શકે છે તેવી વૈજ્ઞાનિકોને આશા છે. 

શું તૈયાર કર્યું વૈજ્ઞાનિકોએ 
વૈજ્ઞાનિકોએ દ્વિસંગી કોડેડ નવો મેસેજ વિકસીત કર્યો જેમાં નગ્ન પુરુષ અને સ્ત્રીની કોડેડ તસવીર છે.આ નગ્ન કોડેડ તસવીરને એલિયન્સની દિશા તરફ ફેંકવામાં આવશે અને આ રીતે તેનો સંપર્ક સાધવામાં આવશે.  કોકેડ મેસેજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો દર્શાવાયા છે. મેસેજમાં ડિઝિટલ સ્વરુપમાં માણસને દર્શાવાયો છે તે ઉપરાંત તેમને જવાબ આપવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત તૈયાર કરવામાં કોડેડ મેસેજમાં સોલર સિસ્ટમ અને પૃથ્વીની સપાટી પણ દર્શાવવામાં આવી છે.
આ મેસેજ બાયનરી સાંકેતિક ભાષામાં લખાયેલો છે જેમાં 1એસ અને 0એસનો ઉપયોગ કરે છે. આ કોઈ અગોચર જીવ સાથે સંપર્ક સાધવાની સાર્વત્રિક ભાષા છે કારણ કે તે બે પ્રકારના કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે. 

એલિયન્સને નગ્ન તસવીર મોકલવાનો શું હેતુ
વૈજ્ઞાનિકોએ પુરુષ અને સ્ત્રીની નગ્ન કોડેડ તસવીર બનાવી છે,તેમને આશા છે કે જ્યારે પણ આ તસવીર મોકલવામાં આવશે ત્યાર એલિયન્સ તેના તરફ આકર્ષિત થશે અને તેમની સાથે સંપર્ક સાધી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ