બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Al Qaeda leader Ayman al-Zawahiri, killed in drone strike, hid in Kabul for 12 months, Biden says - Justice served
ParthB
Last Updated: 08:54 AM, 2 August 2022
ADVERTISEMENT
અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આતંકી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો છે. વર્ષ 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એ વાત સામે આવી છે કે અલ-કાયદાનો અગ્રણી નેતા અયમાન અલ-જવાહિરી, અફઘાનિસ્તાનમાં સપ્તાહના અંતે યુએસ સ્ટ્રાઈકમાં ઠાર મરાયો છે.
Ayman-al-Zawahiri, from eye surgeon to most wanted terrorist
— ANI Digital (@ani_digital) August 2, 2022
Read @ANI Story | https://t.co/claESdnf4t#Alqaeda #AymanAlZawahiri #Terroism #Taliban #USDroneStrike pic.twitter.com/SXCru3VvWr
ADVERTISEMENT
અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના વક્તવ્યમાં કરી પુષ્ટિ
જો કે હવે આ સમાચારની પુષ્ટિ ખુદ રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના સંબોધનમાં કરી છે. સોમવારે સાંજે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે 'ન્યાયની જીત થઈ છે. કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીનું મોત થયું છે. જે લોકો અમેરિકા માટે ખતરો છો, તો અમેરિકા તમને શોધી કાઢશે અને તમને બહાર કાઢશે, પછી ભલે તમે ગમે ત્યાં છુપાયો હશે, કે પછી ભલે તે કેટલો સમય લે.'
9/11ના હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ એક બીજુ પગલું
બાયડને કહ્યું કે શનિવારે મારી સૂચના પર અફઘાનિસ્તાનના કાબુલમાં સફળતાપૂર્વક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી મોત નીપજ્યું છે. 11 નવેમ્બર 2001ના હુમલાના પીડિતોને ન્યાય અપાવવાની દિશામાં આ એક બીજું પગલું છે. અંતે બિડેને કહ્યું- હવે ન્યાય મળ્યો છે. બિડેને કહ્યું કે હવે હું ક્યારેય અફઘાનિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થળ બનવા નહીં દઉં. સાથે જ, ભવિષ્યમાં પણ આવું ન થાય તેનું ધ્યાન રાખીશ.
US kills Al Qaeda chief Ayman al-Zawahiri in drone strike, confirms President Biden
— ANI Digital (@ani_digital) August 2, 2022
Read @ANI Story | https://t.co/CrF7ALVWsM#JoeBiden #Alqaeda #AymanAlZawahiri #Terrorism #Taliban #USDroneStrike pic.twitter.com/55B57tfNwh
જવાહિરીએ 9/11ના હુમલામાં મદદ કરી હતી
ઇજિપ્તના ડૉક્ટર અને સર્જન જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC)ના બંને ટાવર સાથે અથડાયા હતા. જ્યારે ત્રીજું વિમાન અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેન્કવિલેના એક ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયો
11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળોએ માર્યો હતો.
अलकायदा सरगना अयमान अल जवाहिरी काबुल में हवाई हमले में मारा गया है। चाहे कितना भी समय लगे, चाहे आप कहीं भी छिप जाएं, अगर आप हमारे लोगों के लिए खतरा हैं, तो अमेरिका आपको ढूंढेगा और बाहर निकालेगा: अमेरिकी राष्ट्रपति जो बाइडेन
— ANI_HindiNews (@AHindinews) August 2, 2022
(सोर्स: रॉयटर्स) pic.twitter.com/JgdZpHHsjr
રવિવારે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો
અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે રવિવારે CIAએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલો કર્યો. વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા વિરુદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું હતું અને તેમાં કોઈ નાગરિક જાનહાનિ થઈ ન હતી. આ હુમલો અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.