બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar's OMG 2 Get Banned Or Delayed Release? Know what the Censor Board is doing

મનોરંજન / શું અક્ષય કુમારની OMG 2 પર બેન લાગી શકે કે પછી રીલીઝ રોકી શકાય? જાણો શું કરી રહ્યું છે સેન્સર બોર્ડ

Megha

Last Updated: 10:57 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સમિતિ એ OMG 2 ફિલ્મને રિવિઝન કમિટીમાં મોકલી છે, આ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય.

  • OMG 2 ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ
  • CBFCએ ફિલ્મ OMG 2ને રિવિઝન કમિટીને મોકલી છે
  • ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ વિના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે નહીં

અક્ષય કુમારની નવી ફિલ્મ ઓહ માય ગોડ 2 (OMG 2) આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે, જો કે એક રીતે જોવા જઈએ તો વિવાદમાં ફસાવવાનો શ્રેય આદિપુરુષને જાય છે. એવા અહેવાલો છે કે CBFC એટલે કે સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિએ આ ફિલ્મ રિવિઝન સમિતિને મોકલી છે. એવી અટકળો છે કે OMG 2 ની વાર્તા સમલૈંગિકતા અથવા LGBTQ વિશે છે. એટલા માટે સેન્સર બોર્ડ ફિલ્મને સર્ટિફિકેટ આપીને પાસ કરતા પહેલા સંપૂર્ણ રીતે ખાતરી કરવા માંગે છે. આવી સ્થિતિમાં એવા અહેવાલો હતા કે OMG 2 પર બેન મૂકવામાં આવી શકે છે અથવા તેની રિલીઝ અટકાવવામાં આવી શકે છે.  જોકે આવું થવાની શક્યતાઓ નહિવત્ છે.  

ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ વિના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે નહીં
ભારતમાં કોઈ પણ ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ વિના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે નહીં. આ સાથે જ ફિલ્મ જો થિયેટરોમાં ચલાવવાની હોય તો  તેનુંટીઝર-ટ્રેલરને પણ સેન્સર બોર્ડે પાસ કરવું પડે છે. કોઈપણ નિર્માતા સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી ફિલ્મને CBFC (સેન્સર બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન)ને મોકલે છે. સેન્સર બોર્ડની પરીક્ષા સમિતિ ફિલ્મ જુએ છે. ફિલ્મની સામગ્રીના આધારે, તેને A, U અથવા U/A પ્રમાણપત્ર આપવામાં આવે છે. જો સમિતિને કંઈક ખટકતું હોય અથવા તેઓ નક્કી કરી શકતા નથી કે ફિલ્મને કયું પ્રમાણપત્ર આપવું જોઈએ, પછી તેઓ ફિલ્મને રિવાઇઝિંગ અથવા રિવિઝન કમિટીને મોકલે છે, જે CBFCના અન્ય એક ભાગ છે. રિવિઝન કમિટી ફિલ્મ જુએ છે અને પછી નિર્ણય લે છે. 

CBFCએ ફિલ્મને રિવિઝન કમિટીને મોકલી છે
OMG 2 સાથે પણ એવું જ થયું. CBFCની પરીક્ષા સમિતિએ ફિલ્મને રિવિઝન કમિટીને મોકલી છે. આ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. જેથી પાછળથી કોઈ સમસ્યા ન સર્જાય. કારણ કે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે OMG 2 સમાન લૈંગિક સંબંધો અથવા સેક્સ એજ્યુકેશન પર આધારિત હોઈ શકે છે.

ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવનો રોલ કરી રહ્યા
સૌથી પહેલા આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવનો રોલ કરી રહ્યા છે. આજકાલ દેવી-દેવતાઓ પર ફિલ્મો બનાવવા પર સમસ્યા એ છે કે તુરંત બહિષ્કાર અને પ્રતિબંધની માંગ શરૂ થાય છે. બીજી બાજુ, જો તે ફિલ્મમાં સેક્સ સંબંધિત કંઈપણ નાખવામાં આવશે, તો તે બાબત લોકો સ્વીકારશે નહીં. આ બાબતોથી બચવા માટે પરીક્ષા સમિતિએ ફિલ્મ રિવાઇઝિંગ કમિટીને મોકલી છે. તેથી જ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મેળવવામાં સમય લાગી રહ્યો છે. આગામી સપ્તાહ સુધીમાં ફિલ્મને સર્ટિફિકેટ મળી જશે તેમ કહેવાય છે.

જો કે OMG 2 પર બેન લાગશે નહીં તેમજ ફિલ્મની રીલીઝ પણ અટકાવવામાં આવી રહી નથી. આ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ એટલે કે 11મી ઓગસ્ટે જ સિનેમાઘરોમાં આવશે. OMG 2 માં અક્ષયની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ