BJP MP Election: BJPએ MP વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની જે બીજી લિસ્ટ જાહેર કરી છે તેમાં પાર્ટીના કદાવાર નેતા કૈલાશ વિજયવર્ગીયનું નામ પણ શામેલ છે. જોકે તેમના દિકરા આકાશ વિજયવર્ગીય પહેલાથી ઈંદૌરની એક સીટથી ધારાસભ્ય છે. હવે એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ વખતે બીજેપી તેમની ટિકિટ કાપી શકે છે.
MPની ચૂંટણીમાં BJPનો નવો દાવ
દિલ્હીના મોટા મંત્રીઓને ધારાસભ્યની ચૂંટણીમાં ઉતાર્યા
દીકરાઓના પત્તાં કપાય તેવી અટકળો
મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને સોમવાર સાંજે બીજેપીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી જેને જોઈને બધા જ ચોંકી ઉઠ્યા. તેમાં અમુક નામ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના પણ છે. પરંતુ તેમાંથી બે નામ એવા છે જેમના દિકરા કે ભાઈ હાલમાં ધારાસભ્ય છે અને હવે ટિકિટના દાવેદાર પણ છે. આ નામ છે BJPના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહ્લાદ પટેલ.
કપાઈ જશે આકાશ વિજયવર્ગીયની ટિકિટ?
કૈલાશ વિજયવર્ગીયના દિકરા આકાશ વિજયવર્ગીય હાલ ઈંદોર-3થી ધારાસભ્ય છે. પરંતુ જ્યારે પિતા કૈલાશ વિજયવર્ગીયને ઈંદૌર-1થી ટિકિટ મળવ્યા બાદ હવે આકાશ વિજયવર્ગીયને ટિકિટ કટના સંકેત મળ્યા છે.
આ રીતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહ્લાદ પટેલને બીજેપીના નરસિંહપુરથી ઉમેદવાર બનાવાયા છે જ્યારે આ સીટના વર્તમાનમાં તેમના ભાઈ જાલમ સિંહ પટેલ ધારાસભ્ય છે. હવે પ્રહ્લાદ પટેલને ટિકિટ મળ્યા બાદ તેમના ધારાસભ્ય ભાઈની ટિકિટ કટ થવી નક્કી છે.
विधानसभा 3 मे हरतालिका तीज के पावन अवसर पर विभिन्न स्थानो पर आयोजित भजन संध्या के कार्यक्रमों मे सम्मिलित होकर मातृशक्ति का आशीर्वाद प्राप्त किया और उन्हे हरतालिका तीज की शुभकामनाएं दी। pic.twitter.com/EFC8iSNtfx
જણાવી દઈએ કે આકાશ વિજયવર્ગીય ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે નિગમ અધિકારી પર બેટથી હુમલો કર્યો હતો. ઈંદોરના ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં તોડફોડને લઈને બબાલ થયા બાદ આકાશ વિજયવર્ગીયનો નિગમ અધિકારી પર ક્રિકેટ બેટથી હુમલો કરવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ તેમની પોલીસે તે સમયે ધરપકડ કરી હતી. તેને લઈને મધ્ય પ્રદેશમાં ખૂબ રાજનીતિ થઈ હતી.
સિંધિયાનો દમ યથાવત
બીજેપીની બીજી યાદીમાં જ્યાં જીતેલા ધારસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે ત્યાં જ સિંધિયા સમર્થક નેતા જે ગઈ પેટાચૂંટણીમાં હારી ચુક્યા છે. તેમને એક વખત ફરી ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીમાં સિંધિયાની સાથે કોંગ્રેસ છોડી બીજેપીમાં શામેલ થયેલા 5 નેતાઓને ટિકિટ મળી છે.
તેમાં ઈમરતી દેવી, રધુરાજ કંસાના, હીરેન્દ્ર સિંહ બંટી, મોહન રાઠોર અને શ્રીકાંત ચતુર્વેદીનું નામ છે. ઈમરતી દેવી અને રધુરાજ કંસાના 2020માં થયેલી પેટાચૂટંણી હારી ગયા હતા પરંતુ તેમણે ફરીથી ટિકિટ મળવાથી આ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપીમાં સિંધિયાનો દબદભો કાયમ છે.