બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / Ajit Pawar praised PM Modi, also supported EVM

નિવેદન / 'આ મોદીનો ચમત્કાર નહીં તો શું'? અજિત પવારે કર્યાં PM મોદીના વખાણ, EVMનો પણ કર્યો સપોર્ટ

Priyakant

Last Updated: 09:11 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCP નેતા અજીત પવારે કહ્યું કે, જો EVM માં ​​ખામી હોત તો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર ન હોત

  • NCP નેતા અજિત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું
  • એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ: અજિત પવાર 
  • અજિત પવારે કહ્યું કે મને અંગત રીતે ઈવીએમમાં ​​પૂરો વિશ્વાસ

NCP નેતા અજિત પવારે ચૂંટણીમાં EVMના ઉપયોગનું સમર્થન કર્યું છે. આ સાથે પવારે કહ્યું કે, મને EVMમાં ​​પૂરો વિશ્વાસ છે. એક વ્યક્તિ EVM સાથે છેડછાડ કરી શકતી નથી, તે એક મોટી સિસ્ટમ છે. હારેલી પાર્ટી  EVMને દોષ આપે છે, પરંતુ તે લોકોનો આદેશ છે. વાત જાણે એમ છે કે, જ્યારે NCP નેતાને પૂછવામાં આવ્યું હતું કે,MVAમાં સામેલ શિવસેના (ઉદ્ધવ)ના મુખપત્ર સામનામાં EVMને નિશાન બનાવવામાં આવ્યા છે. સામનામાં તેમણે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશની જેમ ઈવીએમને બદલે બેલેટ બોક્સ દ્વારા ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો.  આ અંગે અજિત પવારે કહ્યું કે મને અંગત રીતે ઈવીએમમાં ​​પૂરો વિશ્વાસ છે.

NCP નેતા અજીત પવારે કહ્યું કે, જો EVM માં ​​ખામી હોત તો છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, પંજાબ, કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકાર ન હોત. પવારે કહ્યું કે, એક વ્યક્તિ માટે EVM સાથે છેડછાડ કરવી શક્ય નથી કારણ કે તે એક મોટી સિસ્ટમ છે. જો કોઈ રીતે એ સાબિત થઈ જાય કે, EVM  સાથે છેડછાડ કરવામાં આવી છે, તો દેશમાં ભારે હોબાળો થશે. એટલા માટે મને નથી લાગતું કે કોઈ આવું કરવાની હિંમત કરશે. 

ચુંટણી હારે એટલે..... 
NCP નેતા અજીત પવારે કહ્યું કે, કેટલીકવાર કેટલાક લોકો ચૂંટણી હારી જાય છે. પરંતુ તેઓને લાગે છે કે તેઓ હારી શકે તેમ નથી અને પછી EVM પર દોષારોપણ કરવાનું શરૂ કરી દે છે અને છટકી જાય છે, પરંતુ આ જ જનતાનો ખરો આદેશ છે.

PMની ડિગ્રી અને સાવરકર પર પવારે શું કહ્યું? 
જ્યારે પીએમ મોદીની ડિગ્રી અને સાવરકર જેવા મુદ્દાઓ પર NCPના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અજિત પવારે કહ્યું કે, માત્ર બે સાંસદો ધરાવતી પાર્ટીએ વર્ષ 2014માં મોદીના નેતૃત્વમાં જનાદેશ સાથે સરકાર બનાવી અને કામ કર્યું. દેશના છેવાડાના વિસ્તારોમાં પહોંચ્યો હોય તો શું તે મોદીનો કરિશ્મા નથી. તેમની વિરુદ્ધ અનેક નિવેદનો આવ્યા, પરંતુ તેઓ વધુ લોકપ્રિય બન્યા અને તેમના નેતૃત્વમાં ભાજપે ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી. હવે 9 વર્ષ પછી આ મુદ્દાઓને દૂર કરીને શું ફાયદો થાય છે, જનતા તેમના કામ પર જોઈ રહી છે, જ્યાં રાજકારણમાં શિક્ષણનું બહુ મહત્વ નથી માનવામાં આવતું. 

ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને ટાંકીને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને ટાંકીને અજિત પવારે કહ્યું કે, વસંતદાદા પાટીલ જેવા ચાર એવા મુખ્ય પ્રધાન છે, જેઓ બહુ ભણેલા ન હતા, પરંતુ વહીવટ ચલાવવાની તેમની રીત ઉત્તમ હતી. તેમના શાસનકાળ દરમિયાન ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો ખોલવામાં આવી હતી. તેથી જ રાજકારણમાં શિક્ષિત હોવું એ શરત નથી. તેથી જ આ મામલે મારું વલણ સ્પષ્ટ છે. તમે ગમે તે અર્થ કાઢી શકો છો, તે મારી ચિંતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ