બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad's Jambaz police nab about 1000 drunken, unmasked civilians, then turn them into chickens

નિયમ તોડ / પીધેલા, માસ્ક વગરના લગભગ 1000 નાગરિકોને અમદાવાદની જાંબાઝ પોલીસે ઝડપી લીધા, પછી કુકડા બનાવ્યા

Mehul

Last Updated: 06:56 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની પૂર્વ સંધ્યા 31 ડિસેમ્બરે દારૂના શોખીનો નિયમોનો ભંગ કરી સેલિબ્રેશન કરવા નિકળી પડ્યા હતા. પોલીસે જુદા-જુદા ગુનામાં અંદાજે 1000 લોકોની કરી ધરપકડ

  • 31 ડિસેમ્બરે પીધેલા 109 ઝડપાયા 
  • દારુ પીને વાહન ચલાવતા 150 ઝબ્બે 
  • અમદાવાદમાં પોલીસે બોલાવ્યો સપાટો 

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાને લઈ દેશની અનેક રાજ્ય સરકારોએ મેળાવડા પર પ્રતિબંધો મુક્યા છે. જેમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ પણ સામેલ હતી. તેમ છતાં કેટલાક દારૂના શોખીનો નિયમોનો ભંગ કરી સેલિબ્રેશન કરવા નિકળી પડ્યા હતા. આથી અમદાવાદ પોલીસે આવા લોકો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસે દારૂ પીધેલા 109 આરોપી તથા ટ્રાફિક પોલીસે ડ્રીન્ક વિથ ડ્રાઈવના 150 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કુલ 259 લોકોની ધરપકડ કરી હતી. આ સીવાય પણ અમદાવાદ પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર 123, માસ્ક વગર ફરનાર 638 લોકો અને રાત્રી કર્ફ્યુનો ભંગ કરનાર 156 જેટલા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આમ અમદાવાદ પોલીસે ગત રાત્રીએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી 1 હજારથી પણ વધુ ગુના દાખલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી માત્ર એક દિવસ પુરતી જ સીમિત નહી રહે, આગામી સમયમાં પણ જો કોઈ વ્યક્તિ જાહેરાનામાનો તથા સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતો પકડાશે તો એની વિરૂદ્ધમાં પણ કડક પગલા ભરવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ