બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's 146th Rath Yatra: Devotees will be seen for the first time in this look, preparations are underway for Mamera

રથયાત્રા 2023 / અમદાવાદની 146મી રથયાત્રા: પ્રથમવાર ભક્તો જોવા મળશે આ લુકમાં, મામેરાને લઇ તડામાર તૈયારીઓ શરૂ

Vishal Khamar

Last Updated: 04:30 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં ભગવાનનું મામેરૂ ભરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં એક કલરની સાડી અને કુર્તામાં ભક્તો જોવા મળશે.

  • જગન્નાથજીની રથયાત્રાના મામેરાની તૈયારીઓ શરૂ
  • 146મી રથયાત્રામાં ઘનશ્યામ પટેલ ભરશે મામેરું
  • એક કલરની સાડી અને કુર્તામાં જોવા મળશે ભક્તો

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મામેરાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  આ વખતે 146 મી રથયાત્રામાં ઘનશ્યામ પટેલ મામેરૂ ભરશે. મામેરાને લઈને અત્યારથી પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 3 હજાર 700 સાડી, 1000 ડ્રેસ અને 700 કુર્તા પ્રસાદમાં આપવામાં આવશે. પ્રથમ વખત રથયાત્રામાં એક કલરની સાડી અને કુર્તામાં ભક્તો જોવા મળશે.

પ્રથમ વખત મેઘાણીનગરમાંથી મામેરૂ ભરવાનો લ્હાવો મળ્યોઃ ઘનશ્યામભાઈ પટેલ
આ બાબતે ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે,  ભગવાનનું મામેરૂ ભરવાની રાહ તો છેલ્લા 10 વર્ષથી જોવાઈ રહી હતી. અને આ વખતે લક્કી ડ્રો સીસ્ટમ હતી. તે લક્કી ડ્રો માં એક દિકરીએ ચિઠ્ઠી ઉપાડી. જેમાં મેઘાણી નગરના ભક્તો અને ભક્તિની દયાનાં હિસાબે ભગવાન જગન્નાથનું  મામેરૂ મળેલું છે.  મેઘાણીનગર, અસારવા, શાહીબાગની જાહેર જનતા અને તેમની ભક્તિના કારણે મેઘાણીનગરમાંથી પહેલી વખત મામેરૂ ભરવાનો લ્હાવો મળ્યો છે.

સાડી, ઝભ્ભા, નાની દિકરીઓને પ્રસાદ રૂપે આપવામાં આવશેઃ ઘનશ્યામભાઈ પટેલ

જેથી ભક્તો ખૂબ ખુશ છે. જેમ આપણા ત્યાં મામેરૂ હોય તો બહેન, દિકરી, ભાણીયાઓનું મામેરૂ ભરતા હોઈએ છીએ. તો આ સાડી બહેન દિકરીઓને પ્રસાદ રૂપે આપવામાં આવશે. આ સાડીઓ પહેલા જાહેરમાં ભગવાન પાસે મુકાશે. જે બાદ પ્રસાદ રૂપે એટલે કે ભગવાન તેઓની પણ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના સાથે આ સાડી,ઝભ્ભા, નાની દિકરીઓને આપવા માટે 1000 ડ્રેસ પણ લાવવામાં આવ્યા છે. તેમજ નાના મોટા સેટ પણ લાવ્યા છીએ.  પણ એ બધુ પ્રસાદ રૂપે આ ભગવાનનો પ્રસાદ છે. આ સાડીઓ પ્રસાદ રૂપે બહેન દિકરીઓને આપવામાં આવશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ