બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad yellow box marking in Panjrapol Char rasta, know what is yellow box marking on road

ટ્રાફિક નિયમ / વાહન ચલાવતા અમદાવાદીઓ ખાસ જાણી લેજો: ચાર રસ્તા પર કરાઇ રહ્યું છે બોક્સ માર્કિંગ, આ નિયમોનું કરવું પડશે પાલન

Vaidehi

Last Updated: 11:32 AM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદનાં પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. અન્ય 25 સિગ્નલ પર પણ બોક્સ બનાવવામાં આવશે. જાણો બોક્સ માર્કિંગ એટલે શું ? અને નિયમ તોડવા પર શું થશે?

  • ગુજરાતમાં પહેલીવાર યેલો બોક્સ માર્કિંગ થયું
  • અમદાવાદનાં પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિંગ કરાયું
  • ટ્રાફિક મેનેજમેન્ટને ધ્યાનમાં લઈને થયું બોક્સ માર્કિંગ

ગતિશિલ ગુજરાતમાં ટ્રાફિક મેનેજમેન્ટને લઈને એક નવી સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાનાં હેતુથી ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. આ ચાર રસ્તા પર પીળા રંગથી બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું છે. માત્ર પાંજરાપોળ જ નહીં 25 જેટલા ટ્રાફિક સિગ્નલ પર બોક્સ માર્કિંગ બનાવવામાં આવશે. અમદાવાદ મનપાનો આ નવતર અભિગમ ટ્રાફિકનાં મેનેજમેન્ટ માટે શરૂ કરવામાં આવ્યો છે. 

ટ્રાફિકજામ અટકાવવાનો હેતુ
અમદાવાદ જેવા મેગા સિટીમાં ચાર રસ્તા પર સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હોય છે. બોક્સ માર્કિંગ એ રોડ ટ્રાફિકને કંટ્રોલ કરતી એક ડિઝાઈન છે. નિયમાનુસાર આ બોક્ષ માર્કિંગમાં વાહન ઊભું નહી રાખી શકાય. ટ્રાફિકની પરસ્થિતિ ન સર્જાય તે માટે ડિઝાઈન દોરેલા વિસ્તારમાં વાહન ઊભું રાખવાની મનાઈ હોય છે. ભારતમાં મુંબઈ અને બેંગલોરમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. જાણો બોક્સ માર્કિંગ એટલે શું ? અને નિયમ તોડવા પર શું થશે?

બોક્સ માર્કિંગ એટલે શું ?
1967ની સાલમાં સૌપ્રથમ વખત આ માર્કિંગ UKનાં લંડનમાં કરવામાં આવી હતી. યેલો બોક્સ જંક્શનનો નિયમ હોય છે કે જેટલા ભાગમાં પીળા રંગથી આ બોક્સ દોરવામાં આવ્યાં છે તેટલા એરિયામાં તમે વાહન ઊભું રાખી શકશો નહીં. તમે યેલો બોક્સમાં ત્યારે જ ઊભા રહી શકશો જ્યારે તમારે જમણી તરફ જવું છે અથવા તો સામે તરફથી કોઈ વાહન આવી રહ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી વાહન ચલાવનારે ભરવી પડશે. બેંગલોરમાં આ નિયમ તોડવા બદલ 500-700 રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવે છે.

File photo

કઈ રીતે યેલો બોક્સનો ઉપયોગ કરશો?
જ્યારે પણ સિગ્નલ ચાલુ હોય અથવા તો તમારે વ્હિકલ ઊભું રાખવું હોય તો તમે આ માર્કિંગની બહાર ઊભા રહી શકો છો. પરંતુ જ્યારે તમારું વાહન આ યેલો માર્કિંગની અંદર છે ત્યારે તમારે વાહન ઊભું રાખવાની પરવાનગી મળતી નથી. ટૂંકમાં આ પીળા બોક્સની અંદર તમે વાહન પાર્ક નહીં કરી શકો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ