બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad SOG arrested 4 drugs peddler including 2 women peddler and carrier

4ની ધરપકડ / પતિ જેલમાં જતાં પત્ની સંભાળ્યું ડ્રગ્સનું નેટવર્ક તો બીજા કેસમાં વિધવા બની ડ્રગ્સ કેરિયર, અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

Vaidehi

Last Updated: 08:24 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતી 2 મહિલાઓની ધરપકડ થઈ છે. એક પેડલર તો એક ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરતી હતી. વાંચો સમગ્ર મામલો.

  • અમદાવાદમાં ડ્રગ્સ પેડલરમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું
  • 24 કલાકમાં 2 મહિલાઓની SOG દ્વારા ધરપકડ
  • કુલ 17 લાખનો મુદામલ જપ્ત

અમદાવાદમાં ડ્રગ્સ પેડલરનાં નેટવર્કમાં મહિલાનું પ્રમાણ વધી ગયું છે. 24 કલાકમાં 2 ડ્રગ્સના કેસ SOG ક્રાઇમની સામે આવ્યાં જેમાં 2 મહિલા સહિત 4ની ધરપકડ કરવામાં આવી. એક કેસમાં મહિલા ડ્રગ્સ કેરિયર તરીકે પકડાઈ હતી જ્યારે અન્ય કેસમાં મહિલા પોતાના પતિનાં ડ્રગ્સના નેટવર્કને ચાલુ રાખવા માટે ખુદ ડ્રગ્સ પેડરલ બની. કોણ છે આ અમદાવાદની ડ્રગ્સ માફિયા મહિલાઓ?

2 મહિલાઓ સહિત 4ની ધરપકડ
SOG ક્રાઇમની કસ્ટડીમાં રહેલ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ કુલ 4 આરોપીઓમાં સબાનાબાનુ અનવર બેગ મીરજા, જાવેદખાન ઉર્ફે બાબા બલોચ અને વસીમ અહેમદ શેખ છે. આ તમામ ડ્રગ્સ પેડલર છે જ્યારે સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખ ડ્રગ્સ મહિલા કેરિયર તરીકે કામ કરતી હતી. ડ્રગ્સ પેડલર્સ ફતેહવાડી કેનાલ પાસે જાહેરમાં ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતાં. SOG ક્રાઇમે માહિતી મળતાં જ  7 લાખની કિંમતનું 70 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું અને આરોપીઓની ધરપકડ કરી હતી.

દરરોજની 15 થી 20 ડ્રગ્સની પડીકીઓ વેંચતા
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ દરરોજની 15 થી 20 ડ્રગ્સની પડીકીઓ વેંચતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ પોતે પણ ડ્રગ્સ એડિક્ટેડ હતા. માહિતી અનુસાર આ પેડલર્સ કાલુપુરના પથ્થર કુવા પાસે ડ્રગ્સ માફિયા આદિલ પાસેથી દરરોજ ડ્રગ્સનો જથ્થો લાવતા હતા અને ત્રણેય આરોપીઓ ડ્રગ્સનું એક એક ગ્રામનું જીપર બનાવીને વેંચતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી છૂટક ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં હતા. જોકે પકડાયેલ ડ્રગ્સ પેડલર સબાનાબાનુ મિર્ઝાનો પતિ અનવરબેગ પણ ડ્રગ્સ પેડલર હતો જે હાલ NDPS કેસમાં જેલમાં છે. પણ પત્ની સબાનાબાનુંએ તેના પતિના ડ્રગ્સનું આ  નેટવર્ક ચલાવી રાખવાનાં ઉદેશ્યથી ડ્રગ્સની હેરાફેરી ચાલુ રાખી.

મહિલા કેરિયર તરીકે કામ કરતી સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખ
SOG ક્રાઇમની ટીમે ડ્રગ્સ મહિલા કેરિયર તરીકે કામ કરતી સમીમબાનુ ઉર્ફે સમ્મો શેખની પણ ધરપકડ કરી છે. મહિલા કેરિયર સમીમબાનુ પાસેથી 10.39 લાખ કિંમતનો 103 ગ્રામ 900 મિલિગ્રામનો મુદ્દામાલ જપ્ત થયો છે.આરોપી મહિલા સમીમબાનુની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે પોતે વિધવા છે અને કમાવાની કોઈ આવક ન હોવાને લીધે પોતે ડ્રગ્સ કેરિયર બની હતી. 

6 મહિનામાં 5 વખત ડ્રગ્સનો જથ્થો લાવી
આ મહિલા જુહાપુરાનાં વોન્ટેડ આરોપી શાહબાઝખાન દ્વારા મુંબઈથી ડ્રગ્સ લાવતી હતી.જેમાં એક ટ્રીપના 5 હજાર રૂપિયા તેને આપવામાં આવતા હતા અને મહિલા ડ્રગ્સ કેરિયર ટ્રેન મારફતે મુંબઈ જઈ ડ્રગ્સ માફિયા સબીર પાસેથી ડ્રગ્સ લઈ આવતી હતી. આ મહિલાએ છેલ્લા 6 મહિનામાં 5 વખત ડ્રગ્સનો જથ્થો લાવ્યાં હોવાની કબૂલાત કરી છે.પરતું ડ્રગ્સ માફિયા શાહબાઝખાન પકડાયા બાદ અનેક હક્કીતો સામે આવશે તેવી આશા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ