બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad police action regarding Ganapati dissolution

Anant Chaturdashi 2023 / અનંત ચતુર્દશી: આજે ભારે હૈયે વિઘ્નહર્તાને અપાશે વિદાય, અમદાવાદમાં વિસર્જન માટે તંત્રએ 52 કૃત્રિમ કુંડો કર્યા તૈયાર

Malay

Last Updated: 08:42 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આજે ભારે હૈયે વિઘ્નહર્તાને અપાશે વિદાય, ગણપતિ બાપ્પાની પ્રતિમાના વિસર્જન માટે AMC દ્વારા બનાવાયા 52 જેટલા કૃત્રિમ કુંડો.

  • ગણેશ વિસર્જનને લઈને એક્શન પ્લાન
  • ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો રહેશે ખડેપગે
  • પ્રદૂષણ ન ફેલાય કે માટે 52 જેટલા કૃત્રિમ કુંડો બનાવાયા 

Ahmedabad News: હિન્દુઓમાં પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદાનો ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હજારો ભક્તોએ ગજાનંદ ગણેશજીની પૂજા-અર્ચના કરવા માટે ઘરગણેશના સ્વરૂપે તેની મંગલકારી મૂર્તિની સ્થાપના કરી છે અને સાર્વજનિક પંડાલમાં પણ બાપ્પાને બિરાજમાન કર્યા છે. અમદાવાદની વાત કરીએ તો શહેરના 800થી વધુ પંડાલમાં બિરાજમાન દૂંદાળા દેવ સહિતની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન આજે કરવામાં આવશે. આજે ભારે હૈયે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવશે. આજે સવારથી મોડી રાત સુધી મ્યુનિ. ફાયર બ્રિગેડ ભાવિક ભક્તોની સુરક્ષા માટે ખડેપગે રહેશે.

ગણેશ વિસર્જનમાં સાથે ન રાખવું જોઈએ આવું પાકીટ-પટ્ટો, ભૂલથી પણ ન કરતાં આવી  ભૂલ-જાણો યોગ્ય વિધિ | ganesh visarjan 2022 date and time ganpati visarjan  vidhi and mistakes

52 જેટલા બનાવાયા છે કૃત્રિમ કુંડો
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં તેમજ શહેરના અન્ય તળાવમાં મૂર્તિના વિસર્જન માટે કડક મુકાયો છે. આ પ્રતિબંધના પગલે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરાઈ રહ્યા છે. આ નાના-મોટા કુંડમાં ભક્તજનો મૂર્તિનું વિસર્જન કરી શકે છે. ત્યારે આ વર્ષે પણ પ્રદૂષણ ન ફેલાય તે માટે 52 જેટલા કૃત્રિમ કુંડો બનાવાયા છે. આ ગણેશકુંડ ખાતે શ્રદ્ધાળુઓની સલામતી માટે તેમજ મોટી મૂર્તિઓનું ક્રેન મારફતે કુંડમાં આદરપૂર્વક વિસર્જન થાય તેવા હેતુથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તૈનાત રહેશે. 

special ganesh kund on ganesh visharjan

ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આજે ગણેશ વિસર્જનને લઈ અનેક માર્ગો પર ડાયવર્ઝન અપાયા છે. રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ માર્ગ સહિતના માર્ગો પર ડાયવર્ઝન અપાયા છે. ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદ તહેવાર એક જ દિવસે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. 

10 દિવસ પછી જ કેમ થાય છે ગણેશ વિસર્જન? મહાભારત સાથે જોડાયેલ છે તેનું  પૌરાણિક કારણ | Why Ganesh visarjan happens only after 10 days? Its  mythological reason is connected with the Mahabharata

RAFની ટુકડીઓ પણ રહેશે તૈનાત
અમદાવાદ શહેરમાં કોમી એખલાસતા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.  રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડીઓ શહેરમાં તૈનાત છે. શહેરમાં 9 ડીસીપી 77 પીઆઇ 200 જેટલા પીએસઆઇ અને હોમગાર્ડ તેની સાથે આરએએફની ટુકડી અને એસઆરપીની ટીમ પણ શહેરના રસ્તા પર આજે હાજર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ