બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad: Poet Ghanshyam Gadhvi passed away

વિશેષ / અલગારી કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન, મોક્ષવાહિનીમાં વાગતી રામધૂનના હતા રચયિતા

Kavan

Last Updated: 10:18 PM, 11 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કવિ, લોકસાહિત્યકાર અને મનમૌજી રચનાકાર જેવા અનેક નામોથી લોકહૈયે અનેરું સ્થાન પામતા કવિ ઘનશ્યામ ગઢવીનું દેહાવસાન થતાં ચાહકો અને સાહિત્યને મોટી ખોટ પડી છે. તેઓ ખેડા જિલ્લાના ચારણિયા ગામના વતની હતા.

  • જાણીતા કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન
  • રામધૂન અને ખમ્મા ગીરને ખમ્મા રચનાથી થયાં જાણીતા 
  • સંગીત નાટક અકાદમીએ કર્યું હતું સન્માન 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સરદાર વલ્લભ ભાઇ પટેલ હોસ્પિટલ ખાતે કવિ ઘનશ્યામ ગઢવીની સારવાર ચાલી રહી હતી અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આજે સવારે તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. આપને જણાવી દઇએ કે, તેમણે લખેલા 1500 જેટલા ગીત હેમંત ચૌહાણે ગાયા છે.

રામધૂનથી થયાં ખૂબ જ જાણીતા 

સ્વભાવે એકદમ સામાન્ય, કોઈ આડંબર નહિ. કોઈ દેખાડા નહિ. એમનો રોજના કોમન વેશમાં કોઈવાર શોલ બદલાય બાકી શિયાળાની ટોપી એની એજ.  ઘનશ્યામ ગઢવીએ અનેક રચનાઓ, પુસ્તકો અને દુહા-છંદ લખ્યા છે. જેમાં હેમંત ચૌહાણ અને જગજીતસિંહના કંઠે ગવાયેલ હે...રામ.. ધૂન આજેપણ લોકમુખે ખૂબ જ જાણીતી છે. તો  "તે કીધા તૈયાર અમને અંબર પહેરાવીને ઉજળા,અમે ધૂળમાં રમ્યા ધરાર અને મેલા થઈ ગયા માવડી" આ દુહો યાદ આવે એટલે ઘનશ્યામ ગઢવી અચૂક યાદ આવે. તેમણે અનેક નાટકોમાં અભિનય પણ કર્યો છે.

ગીરના ડાલામથ્થાનની યશગાથા વર્ણવતી ખમ્મા ગીરને ખમ્મા રચના ખૂબ બની જાણાતી 

કવિ ઘનશ્યામ ગઢવીએ લખેલ અને યુવા ગાયક આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી સહિતના અનેક કલાકારોના કંઠે ગવાયેલ ખમ્મા ગીરને ખમ્મા ગીરને... કવિતા ખૂબજ પ્રચલિત બની છે, જેમાં સાવજની યથગાથા વર્ણવવામાં આવી છે. 

અનેક પુસ્તકો આપ્યા તેમના જીવનકાળ દરમિયાન 

ઘનશ્યામ ગઢવી એકદમ અલગારી જીવન જીવતા હતા. કાર્યક્રમના જે પૈસા આવે તે જરૂરીયાતમંદોની મદદમાં વાપરતા. તેમણે શબ્દનો દરબાર, અમીરસ, અમરઘટા, આઇ શ્રી આવડ એકાવની, દુહો ઝળમળ દિવડો જેવા અનેક પુસ્તકો સમાજને આપ્યા છે. કવિ ઘનશ્યામ ગઢવીને સૈનિકો ખૂબ જ વ્હાલ અને તેમણે ભારત માતાના સપૂતો વિશે અનેક રચનાઓ લખી છે. 

ડાયરા અને સન્માન 

આપને જણાવી દઇએ કે, કવિ ઘનશ્યામ ગઢવી દૂરદર્શનની ગીરનાર ચેનલ પર અલક-મલકની વાતો નામના એક કાર્યક્રમનું સંચાલન કરતા હતા. તો GTPL જેવી જાણીતી ચેનલો પર પણ ડાયરા અને સ્ટેજ કાર્યક્રમ પણ કરતા. રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 

માનવતાની મહેક નામના કાર્યક્રમથી ખૂબ જાણીતા બન્યા 

તો સંગીત નાટક અકાદમીના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા લોક સાહિત્યકાર યોગેશ ગઢવી સાથે તેમની ખૂબ જ આત્મિયતા હતી. મોટાભાગના કાર્યક્રમો એવા યોજાતા જેમાં યોગેશ ભાઇ અને ઘનશ્યામ ગઢવી એક મંચ પર હોય. મલ્લીકા સારાભાઇની તારા ચેનલમાં કૌભાંડ લોક કાર્યક્રમમાં એક જ વિષય પર ઘનશ્યામ ગઢવી અને  યોગેશ ગઢવી રજૂઆત કરતા હતા. આ કાર્યક્રમના 32 જેટલા એપિસોડ થયાં હતા તો ગીરનાર ચેનલ પર માનવતાની મહેક નામે આવતા કાર્યક્રમ માટે ઘનશ્યામ ગઢવીના ખૂબજ જાણીતા બન્યા હતા. આ કાર્યક્રમના 72 એપિસોડ થયાં હતા.ઘનશ્યામ ગઢવી રાજ્યના ઘણા નેતાઓ સાથે પણ આત્મિયતા ધરાવતા હતા. 

કોરોનાને લઇને કરેલી ટ્ટીટ થઇ ખૂબ થઇ વાયરલ....

- કવન વી. આચાર્ય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ